Face Of Nation, 07-10-2021: કોરોનાની ત્રીજી લહેરના જોખમને જોતા કેન્દ્ર સરકારે લોકોને સાવધાની સાથે તહેવાર મનાવવાની અપીલ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે બની શકે તો તહેવાર ઘરની અંદર ઉજવવામાં આવે. ભીડ જમા ન કરો અને પરિવાર અથવા સંબંધીઓ સાથે તહેવાર ઉજવવા માંગો છો તો ઓનલાઇન ઉજવો.
કેન્દ્રએ બીજા દેશોનું ઉદાહરણ આપ્યું છે જ્યાં બેદરકારીને કારણે કોરોનાના કેસ વધ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડમાં ફેસ્ટિવલમાં જોવા મળ્યું કે ત્યાં બેદરકારી વર્તતા કેસોમાં વધારો થયો. સરકાર કહે છે કે તેમાંથી બોધપાઠ લેતા, આગામી ત્રણ મહિના માટે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
દેશમાં દશેરા, નવરાત્રી, દુર્ગા પૂજા, ઈદ, દિવાળી, નાતાલ, નવું વર્ષ જેવા તહેવારો આવવાના છે. આગામી ત્રણ મહિના ખૂબ મહત્વના છે. સાવધાની રાખવાની છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ખૂબ કાળજી રાખવી પડશે.
અગાઉ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે લોકોને બહાર વધુ ન ફરવા માટે પણ ચેતવણી આપી હતી. હકીકતમાં વર્તમાન સમયમાં વિશ્વભરમાં લોકો પોતાના ઘરેથી ફરવા માટે નિકળી રહ્યા છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં પર્યટકો હિલ સ્ટેશને જાય છે. પર્યટન સ્થળે લોકોની ભીડ દરરોજ જોઇ શકાય છે. ICMRએ ચેતવણી આપી છે કે લોકોને ફરવાની આ ટેવના કારણે દેશમાં થોડાક જ સમયમાં કોવિડ-19ની ત્રીજી લહેર આવી શકે છે.
ICMR અને ઇમ્પીરિયલ કોલેજ લંડનના સંશોધકોએ તેમના સંયુક્ત રિસર્ચમાં જણાવ્યું કે ફરવાની ટેવ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રિત કરી શકે છે. રિસર્ચ મુજબ ભારતમાં વર્ષ 2022ના ફેબ્રુઆરી અને માર્ચ મહિના વચ્ચે કોરોના સંક્ર્મણ ઉચ્ચતમ સ્તરે હોવાની આશંકા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)