ફેસ ઓફ નેશન, 05-04-2020 : કોરોના વાઇરસને લઈને જાહેર કરવામાં આવેલા લોકડાઉનનો અમલ ગુજરાત રાજ્યમાં અનેક શહેરોમાં લોકો કરી રહ્યા નથી. અમદાવાદ, સુરત અને રાજકોટ સહીત વડોદરામાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં લોકડાઉન હોય જ નહીં તેવી સ્થિતિ લાગી રહી છે જેને લઈને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના આદેશ બાદ સરકારે કડકાઈ દાખવવાની નોબત આવી છે. રાજ્ય પોલીસ વડાએ અને જુદા જુદા શહેરના પોલીસ કમિશ્નરોએ નોટિફિકેશન બહાર પાડીને વિસ્તારમાં પોલીસને લોકડાઉનનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી પોલીસને છૂટો દોર આપી દીધો છે. પોલીસ પણ હવે લોકોને હાથ જોડીને, વિનંતી કરીને, સમજાવીને થાકી ગઈ છે. લોકો કોરોનાની ગંભીરતાથી લેવા તૈયાર જ નથી કે પછી લોકો કોરોના વાઇરસની ગંભીરતાને સમજી રહ્યા નથી જેને લઈને આ રોગ વધુ ફેલાય તેવી શક્યતાઓ ઉભી થઈ છે પરિણામે પોલીસને કડક થવાનો વારો આવ્યો છે. જુદા જુદા બહાના અને પરમીટ સહીત સેવાના નામે હવે કોઈ પણ વ્યક્તિ બહાર જઈ નહીં શકે. જો કોઈ વ્યક્તિ આ રીતે બહાર જશે તો પોલીસ તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગુનો નોંધીને વાહન ડિટેઇન કરશે. જો કે આરટીઓમાં પણ 14 તારીખ સુધી રજા હોવાથી પોલીસે ડિટેઇન કરેલા વાહનો 14 તારીખ સુધી છૂટી શકશે નહીં જેથી કામ વગર બહાર નીકળનારાઓને 14મી તારીખ સુધી વાહન ગુમાવવાનો વારો આવશે. જો કે આ સમયે ગમે તેવી એવી ઓળખાણો હશે પરંતુ કામ લાગશે નહીં.
વાંચો : અગાઉ આ IAS અધિકારીએ કહ્યું હતું કે, ઘરમાં દીપ પ્રગટાવવાથી વાઇરસનો સામનો કરી શકાય છે
Exclusive : શાહપુરમાં ક્વોરેન્ટાઇન કરાયેલા ફ્લેટની પોલીસ કમિશનરે લીધી મુલાકાત, જુઓ Video