ફેસ ઓફ નેશન, 02-04-2020 : લોકડાઉનનું સતત દેશના અનેક રાજ્યોમાં ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને કેન્દ્ર સરકારના ગૃહવિભાગે તમામ રાજ્યોને આ મામલે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને પોતાના રાજ્યમાં લોકડાઉનનું ફરજીયાત પાલન કરાવવા આદેશ કર્યો છે સાથે જ કહ્યું છે કે લોકડાઉનનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે ડીએમ એક્ટ અને આઈપીસી હેઠળ કાર્યવાહી કરવામાં આવે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ચલાવવામાં આવતું લોકડાઉનમાં ઢીલાસપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનું ઉલ્લંઘન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તમામ રાજ્ય સરકારો / કેન્દ્રશાસિત પ્રદેશોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 હેઠળ અપાયેલી સત્તાઓનો ઉપયોગ કરીને ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા લોકડાઉન પગલાંને કડક અમલ કરવા વિનંતી છે.
Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી
બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”