ફેસ ઓફ નેશન, 09-05-2020 : કોરોનાના વધતા જતા કેસો મામલે ડોકટરો સાથે ચર્ચા કરવા અને જરૂરી સૂચનો આપવા માટે કેન્દ્ર સરકારે દિલ્હીથી બે ડોક્ટરોની ટિમ મોકલી આપી છે. જેમાં એઈમ્સના ડાયરેક્ટર અને વરિષ્ઠ તબીબ ડોક્ટર રણદીપ ગુલેરીયા અને ડોકટર મનીષ સુનેજાનો સમાવેશ થાય છે. આ ડોકટરોએ આજે સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ સહીત અન્ય ડોકટરો સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સીવીલની રજે રજથી વાકેફ ડો. પ્રભાકરને ફરીથી પાછા સિવિલમાં ફરજ ઉપર લાવી દેવામાં આવ્યા છે. પ્રભાકર રિટાયર્ડ થતા તેઓ ફરજમાંથી મુક્ત થયા હતા. જો કે હાલની સ્થિતિ જોતા તેમને ફરી સિવિલનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
શુક્રવાર રાત્રે એર ઇન્ડિયાના ખાસ વિમાન દ્વારા અમદાવાદ પહોંચેલા બે ડોક્ટરોએ આજે સિવિલમાં મિટિંગ યોજી હતી. આ બંને ડોકટરો કોરોનાની સારવાર કરી રહેલા અમદાવાદના ડોકટરો સાથે મુલાકાત કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. જેમની સાથે રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સાથે જ બંને ડોકટરોએ કોવિડ હોસ્પિટલોની મુલાકાત પણ લીધી હતી. આ બંને ડોકટરોએ સારવારને લઈને દર્દીઓ સાથે પણ વાતચીત કરી હતી. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
https://youtu.be/q5S3pbhq4oQ
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video