Face Of Nation, 14-11-2021: કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઇના ચીફનો કાર્યકાળને વધારીને પાંચ વર્ષ કરી દીધો છે. જેનો અર્થ એ થયો કે હવે ઇડી અને સીબીઆઇના ડિરેક્ટર પદ માટે કોઇ અધિકારી પાંચ વર્ષ પોતાની સેવાઓ આપી શકશે. કેન્દ્રએ એક અધ્યાદેશ મારફતે બંન્ને એજન્સીઓના વડાનો કાર્યકાળની સીમા વધારી દીધી છે.
નોંધનીય છે કે વર્તમાનમાં ઇડીના ડિરેક્ટર સંજય મિશ્રા છે. તેમનો કાર્યકાળ આ સપ્તાહમાં પૂર્ણ થઇ રહ્યો હતો પરંતુ હવે વટહુકમ બાદ સરકાર ઇચ્છે તો તેમનો કાર્યકાળને બે વર્ષ સુધી વધારી શકે છે. જોકે, હાલમાં સંજય મિશ્રાને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર આદેશ જાહેર કરાયો નથી.
The Government of India brings Ordinance to extend the tenure of Enforcement Directorate (ED) and Central Bureau of Investigation (CBI) Directors up to 5 years. pic.twitter.com/r6NZ8cLyJS
— ANI (@ANI) November 14, 2021
નવા વટહુકમ અનુસાર સીબીઆઇ અને ઇડીના ચીફની નિમણૂક અગાઉ બે વર્ષ માટે કરવામાં આવતી હતી. ત્યારબાદ ત્રણ વર્ષનો (1+1+1 ) કરીને એક્સટેશન આપવામાં આવતા હતા. એક-એક વર્ષ માટે ત્રણ એક્સટેશન આપવામાં આવી શકે છે. પરંતુ આ કુલ પાંચ વર્ષથી વધુ હોવું જોઇએ નહીં.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વટહુકમને મંજૂરી આપી છે કારણ કે સંસદનું સત્ર હાલમાં ચાલી રહ્યું નથી. સીવીસી વટહુકમ અને દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ વટહુકમ સંસદના આવનારા શિયાળુ સત્ર અગાઉ સીબીઆઇ અને ઇડિના નિર્દેશકોનો કાર્યકાળના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે.
દિલ્હી પોલીસ વિશેષ સ્થાપના વટહુકમ 2021માં સીબીઆઇ ડિરેક્ટરના સંબંધમાં સમાન જોગવાઇઓ અને આ તરત લાગુ થાય છે. હાલમાં ઇડી અને સીબીઆઇના ચીફનો કાર્યકાળ બે વર્ષનો છે. દેશમાં સીબીઆઇના વર્તમાન ચીફ સુબોધ જયસ્વાલ છે અને ઇડીના ચીફ સંજય કુમાર મિશ્રા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)