Home World ચીનમાં કોરોનાનો કહેર; 27 શહેરોમાં હજુ લોકડાઉન, 165 મિલિયન નાગરિકો ‘જેલ’ની જેમ...

ચીનમાં કોરોનાનો કહેર; 27 શહેરોમાં હજુ લોકડાઉન, 165 મિલિયન નાગરિકો ‘જેલ’ની જેમ ઘરમાં કેદ!

Face Of Nation 29-04-2022 : વિશ્વના અન્ય દેશોની સાથે હવે ચીનમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે અહીં 27 શહેરોમાં લોકડાઉન લગાવવું પડ્યું છે. લોકડાઉન દરમિયાન કડકાઈ દાખવવામાં આવી છે, જેના કારણે 16.5 (16.5) કરોડ લોકોને તેમના ઘરમાં કેદ રહેવાની ફરજ પડી છે. ચીન સરકારની કડક નીતિ અને શૂન્ય કોવિડ નીતિ નાગરિકો માટે ઘણી મુશ્કેલી ઉભી કરી રહી છે. હાલત એ છે કે જે લોકો ખાદ્યપદાર્થો એકત્રિત કરી શક્યા નથી, તેઓને ભારે મુશ્કેલીથી ભોજન મળી રહ્યું છે. કેટલાંક સ્થળોએ લોકો એક-બે દિવસ લોકો ભૂખ્યા રહે છે અને પછી બીજા દિવસે તેમને એક કલાક માટે ખાદ્યપદાર્થો ખરીદવાની છૂટ મળી રહી છે. કોરોના મહામારી ફાટી નીકળવાના પ્રારંભિક તબક્કા દરમિયાન ઉત્તર પૂર્વ જીલિન પ્રાંત બહુ ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. કોરોના વાયરસથી બચાવવા માટે ભારે નિયમોનો ભંગ કરનારને ભારે દંડ અને જેલની સજા કરવામાં આવી રહી છે. આ કડક પ્રતિબંધને કારણે લોકો ભૂખે મરવા મજબૂર છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).