Home Religion ચૈત્રી નવરાત્રીએ ગુજરાતના અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા સહિતના ધર્મસ્થાનોએ માઇ ભક્તોનું ઘોડાપૂર

ચૈત્રી નવરાત્રીએ ગુજરાતના અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા સહિતના ધર્મસ્થાનોએ માઇ ભક્તોનું ઘોડાપૂર

Face Of Nation, Ambaji (Rakesh Sharma), Pavagadh And Chotila :  નવરાત્રી એટલે નવ રાત્રીનું પર્વ. માં શક્તિનું આ મહાપર્વ વર્ષમાં ચાર વખત આવે છે . હિંદુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રી શક્તિ સંપ્રદાયની વિવિધ પ્રચલિત રીતો પ્રમાણે ઉજવવામાં આવે છે.આધ્યાત્મિક દ્વષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું મહત્વ સવિશેષ છે. ચૈત્ર સુદ પૂનમથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં માં અંબાજીના પવિત્ર સ્થાન અંબાજીના ચાંચર ચોકની યજ્ઞશાળા ખાતે શત્ ચંડી યજ્ઞ તથા અન્ય પૂજાઅર્ચના આયોજિત કરવામાં આવે છે.ચૈત્રી નવરાત્રીમાં દેવી દર્શન, ઓમ હવન અને માનસિક પૂજાઅર્ચનાનું ખુબ મહત્વ છે. ઘણાં લોકો આઠ દિવસ અને નવ રાત્રી સુધી એક પાત્રમાં જવારા વાવીને કે અખંડ દીપ પ્રજ્વલિત કરીને માં શક્તિની આરાધના કરતા હોય છે. આ સાથે જ મહાકાળી માતાજીનો જ્યાં દરબાર છે તેવા પાવાગઢ ચામુંડા માતાનું ચોટીલા, બહુચર માતાજીનું બહુચરાજી જેવા સ્થાનકો ઉપર પણ નવરાત્રીએ માંના આશીર્વાદ મેળવવા માટે માઇ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.
ચૈત્ર નવરાત્રીમાં દાન, પૂજન તેમજ દેવીની આરાધના જરૂરથી કરવી જોઈએ. આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, જેમાંથી સૃષ્ટિના રચિયતા બ્રહ્મદેવનું પ્રાગટ્ય થયું. ભગવાન સ્કંધના વર્ણન મુજબ અશ્વિન મહિનાનાં નોરતાએ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે અને ચૈત્રી નવરાત્રીએ તેમનો દિવસ (6 મહિને) પૂરો થતા રાત્રી શરૂ થાય છે. ચૈત્રી નવરાત્રીની નવમીએ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીને ‘રામ નવરાત્રી’ પણ કહેવાય છે. માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને નિર્ણાયક કાર્યો સંપન્ન કર્યાં હતા તેથી તે અલગ અલગ નામે પૂજાય છે.
અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન વિધિ  ૬/૪/૧૯ શનિવારે સવારે 9 વાગે મંદિરમાં માતાજીના વાઘ પાસે થઇ હતી. કોટેશ્વર તીર્થથી  જળ લાવી આ વિધિ ભટ્ટજી મહારાજ અને વિદ્વાન પંડિતોની હાજરીમા કરવામાં આવી હતી. જેમાં  ઝવેરા વિધિ કર્યા બાદ આઠમ સુધી માતાજીના ઝવેરાની પૂજા પાઠ કરવામાં આવશે.આ ઝવેરા વિધિ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધિ વિધાન થી સાત પ્રકારના અનાજ મિશ્રિત કરી કરવામાં આવી હતી. ઝવેરા વીધિનું અનેરું મહત્વ છે જેમાં માટીમાં ઝવેરા લઇ નારિયળના ભાગને ખુલ્લો કરી આ વિધી થાય છે.
ચોટીલા માં ચામુંડા માતાજી
મહાકાળી મંદિર, પાવાગઢ
બહુચરાજી મંદિર, બહુચરાજી