Home Religion ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, શક્તિપીઠ અંબાજીના આરતી-દર્શનના સમયમાં ફેરફાર

ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, શક્તિપીઠ અંબાજીના આરતી-દર્શનના સમયમાં ફેરફાર

Face Of Nation, Ambaji (Rakesh Sharma) : ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતના દેવસ્થાનોમાં નવ દિવસ સુધી માઇભક્તો ઉમટી પડશે. સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રે માં અંબાના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડશે. જેને લઈને મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રિને દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન માટે આવતા હોય છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

અંબાજી મંદિર આરતી દર્શનનો સમય
1. આરતી સવારે- 7થી 7.30
2. દર્શન સવારે-8થી 11.30
3. રાજભોગ બપોરે- 12 વાગ્યે
4. દર્શન બપોરે- 12.30થી 4.30
5. આરતી સાંજે- 7થી 7.30
6. દર્શન સાંજે- 7.30થી 9
7. ચૈત્ર સુદ આઠમ: આરતી સવારે- 6 વાગ્યે