Home Sports ‘હાઈવોલ્ટેજ મેચ’: લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતાને 2 રને હરાવ્યું, સ્ટોઈનિસે છેલ્લા 2...

‘હાઈવોલ્ટેજ મેચ’: લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતાને 2 રને હરાવ્યું, સ્ટોઈનિસે છેલ્લા 2 બોલમાં 2 વિકેટ લઈ મેચ પલટી, રાહુલની ટીમ પહોંચી ‘પ્લેઓફમાં’!

Face Of Nation 17-05-2022 : લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 રને હરાવીને IPL 2022ના પ્લે-ઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ જીત સાથે LSGના 14 મેચમાં 18 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર આવી ગઈ છે. બીજી તરફ KKRના 14 મેચમાં 12 પોઈન્ટ છે અને તે સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.
કેએલ રાહુલે 51 બોલમાં 68 રન કર્યા
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા LSGએ 20 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 210 રન કર્યા હતા. ક્વિન્ટન ડિકોકે 70 બોલમાં 140 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 10 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. ત્યારે કેપ્ટન કેએલ રાહુલે 51 બોલમાં 68 રન કર્યા હતા. આ બંનેએ IPL ઈતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે. તેમજ ડિકોકે આ સિઝનમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
કોલકાતા જીતેલી મેચ હાર્યું
જેના જવાબમાં KKRની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 208 રન જ કરી શકી હતી. રિંકુ સિંહે 15 બોલમાં 40 રનની ઈનિંગ રમીને KKRને જીતની ખૂબ નજીક લઈ ગયો હતો. ત્યારપછી ટીમને 2 બોલમાં 3 રનની જરૂર હતી. અહીં એવિન લુઈસે સ્ટોઈનિસના બોલ પર રિંકુનો અકલ્પનીય કેચ લીધો અને બાજી પલટાઈ ગઈ હતી. ત્યારપછી સ્ટોઇનિસે છેલ્લા બોલ પર ઉમેશ યાદવને ક્લિન બોલ્ડ કરીને લખનઉને જીત અપાવી હતી. અગાઉ કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ 50 રન કર્યા હતા. જ્યારે નીતિશ રાણાએ 42 અને સેમ બિલિંગ્સે 36 રન કર્યા હતા. બીજી બાજુ LSG તરફથી મોહસીન ખાને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
ત્રીજી ઓવરમાં ડિકોકને જીવનદાન મળ્યું
ઈનિંગની ત્રીજી ઓવરમાં ઉમેશ યાદવે શાનદાર બોલ નાખ્યો હતો. જેના પર ડિકોક શોટ મારવા જતા બોલ મિસ ટાઈમ થયો અને બોલ સીધો ડીપ પોઈન્ટના ફિલ્ડર પાસે ગયો હતો. જોકે તેણે આ સરળ કેચ છોડતા ડિકોકને જીવન દાન મળ્યું હતું. આ દરમિયાન ડિકોક 12 રનના સ્કોર પર રમી રહ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).