Home News અમદાવાદ : ચાંદખેડામાં એક પીએસઆઈ અને એક ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ : ચાંદખેડામાં એક પીએસઆઈ અને એક ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ

ફેસ ઓફ નેશન, 17-04-2020 : ચાંદખેડામાં એક પીએસઆઇ અને એક ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પીએસઆઈ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જયારે ડોક્ટર એલ.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. આ બંને ચાંદખેડામાં રહેતા હતા.
ન્યુ સી.જી રોડ ઉપર આવેલા કીર્તન બંગલોમાં રહેતા ડો.આકાશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ શહેરની એલ.જી. હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે. હાલ તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે સાથે જ તેમના પરિવારને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. બીજો કેસ વ્રજ પાસે આશુતોષ એપાર્ટમેન્ટમાં નોંધાયો હતો. જે પીએસઆઈ તરીકે કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા હતા. તેમને પણ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ પીએસઆઈના પરિવારજનોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને તેમની સાથે સંપર્કમાં આવેલા પોલીસ કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

કોરોના : એક મહિના અગાઉ ભારતમાં નોંધાયેલા 126 પોઝિટિવ કેસ આજે 12799 થઈ ગયા છે

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેર વચ્ચે છૂટછાટ આપવી મુશ્કેલભરી બની રહેશે