Home Uncategorized Chandrayaan-2 મિશનની મોટી સફળતા, ઓર્બિટરે ચંદ્ર પર જોયા પાણીના અણુ

Chandrayaan-2 મિશનની મોટી સફળતા, ઓર્બિટરે ચંદ્ર પર જોયા પાણીના અણુ

Face Of Nation, 12-08-2021: ભારતના બીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-2 એ ચંદ્ર પર પાણીના અણુઓની હાજરીની ભાળ મેળવી છે. મિશન દરમિયાન મળેલા આંકડાથી આ ખુલાસો થયો છે. ચંદ્રયાન-2 મિશનનું ઓર્બિટર હાલમાં પણ ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું છે. જેના કારણે આ આંકડા મળ્યા છે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના પૂર્વ અધ્યક્ષ એએસ કિરણકુમારના સહયોગથી લખાયેલા એક રિસર્ચ પેપરમાં કહેવાયું છે કે ચંદ્રયાન-2માં લાગેલા ડિવાઈસમાં ઈમેજિંગ ઈન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર (આઈઆઈઆરએસ) નામનું એક ડિવાઈસ પણ છે. જે ગ્લોબલ સાયન્ટિફિક ડેટા પ્રાપ્ત કરવા માટે 100 કિલોમીટરની એક ધ્રુવીય કક્ષા સંબંધિત કામ કરી રહ્યું છે.

‘કરન્ટ સાયન્સ’ પત્રિકામાં પબ્લિશ રિપોર્ટમાં કહેવાયું છે કે ‘આઈઆઈઆરએસથી મળેલા પ્રાથમિક ડેટાથી ચંદ્રમા પર 29 ડિગ્રી ઉત્તરી અને 62 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ વચ્ચે વ્યાપક જળયોજન અને અમિક્ષિત હાઈડ્રોક્સિલ અને પાણી અણુઓની હાજરી સ્પષ્ટપણે જોવા મળે છે.’ તેમાં કહેવાયું છે કે પ્લેજિયોક્લેસ પ્રચુર પથ્થરોમાં ચંદ્રમાના અંધકારથી ભરેલા મેદાની વિસ્તારોની સરખામણીમાં વધુ OH (હાઈડ્રોક્સિલ) કે કદાચ H2O અણુ મળી આવ્યા છે. ચંદ્રયાન-2થી ભલે આશા મુજબ પરિણામ ન મળ્યા હોય પરંતુ તેના સંલગ્ન આ ઘટનાક્રમ પણ ખુબ મહત્વ ધરાવે છે.

ભારતે પોતાનું બીજુ ચંદ્ર મિશન ચંદ્રયાન-2 22 જુલાઈ 2019ના રોજ ચંદ્ર માટે રવાના કર્યું હતું. જો કે તેમાં લાગેલું વિક્રમ લેન્ડર તે જ વર્ષે સપ્ટેમ્બરમાં નિર્ધારિત યોજના મુજબ ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું નહીં. જેના કારણે પહેલા જ પ્રયત્નમાં ચંદ્ર પર ઉતરનારો પહેલો દેશ બનવાનું ભારતનું સપનું પૂરું થઈ શક્યું નહીં. ચંદ્રયાન-2ના લેન્ડરની અંદર પ્રજ્ઞાન નામનું રોવર પણ હતું. મિશનનું ઓર્બિટર હજુ પણ સારી રીતે કામ કરે ચે અને તે દેશના પહેલા ચંદ્ર મિશન ચંદ્રયાન-1ને આંકડા મોકલતું રહે છે જેણે ચંદ્ર પર પાણી હોવાના પુરાવા મોકલ્યા હતા.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી