Home Uncategorized રશિયાની સેનાએ યુક્રેનના ચેર્નિહિવ ઓઇલ ડેપો પર મિસાઈલ હુમલો કર્યો, જુઓ Video

રશિયાની સેનાએ યુક્રેનના ચેર્નિહિવ ઓઇલ ડેપો પર મિસાઈલ હુમલો કર્યો, જુઓ Video

https://youtu.be/jAB_WMrqq8M

Face Of Nation 03-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે આઠમા દિવસે પણ યુદ્ધ યથાવત છે. રશિયાએ હવાઈ હુમલાઓ વધુ તેજ કર્યા છે. ઉત્તરી યુક્રેનના ગવર્નરે કહ્યું છે કે, ઉત્તરી યુક્રેનના ચેર્નિહિવ શહેરમાં રશિયન સૈન્ય હુમલામાં નવ લોકો માર્યા ગયા છે. બીજી તરફ યુક્રેનના 15 શહેરો પર હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રશિયાની સેનાએ યુક્રેનના ચેર્નિહિવ ઓઇલ ડેપો પર મિસાઈલ હુમલો કર્યો છે, જેના કારણે ત્યાં ભીષણ આગ લાગી છે. રાજધાની કીવ ઉપરાંત ખાર્કિવ સહિત કેટલાંક મોટાં શહેરોમાં રશિયન સેના મિસાઈલ વડે હુમલાઓ કરી રહી છે. આ વચ્ચે ઉત્તરી કીવથી લગભગ 80 કિલોમીટર દૂર ચેર્નિહાવ, સુકાચી, બુકા શહેરની સેટેલાઈટ ઈમેજ સામે આવી છે, જેમાં ચારેબાજુ વિધ્વંસતા સિવાય કંઈ દેખાતું નથી. આ ઈમેજ અમેરિકાની મેક્સાર ટેક્નોલોજીએ જાહેર કર્યા છે.
ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંને જ આ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યાં
રશિયા અને યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત પોલેન્ડ-બેલારુસમાં શરૂ થઈ ગઈ છે. બાઇડેન એડમિનિસ્ટ્રેશને સંસદની સામે યુક્રેનની ઈમરજન્સી હેલ્પ માટે 10 અબજ ડોલરની મદદનો પ્રસ્તાવ રાખ્યો. માનવામાં આવે છે કે તેને ઝડપથી પાસ કરી દેવામાં આવશે, કેમકે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંને જ આ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યાં છે.
બે કલાકની શાંતિ પછી રશિયન સેનાએ કીવ પર હુમલાઓ વધારી દીધા
ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ બીજા દેશમાં રહેતાં લગભગ 50 હજાર યુક્રેનવાસીઓ સ્વદેશ પરત ફર્યા છે. જેમાં મહિલાઓ પણ સામેલ છે. રશિયા અને યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત પોલેન્ડ-બેલારુસ બોર્ડર પર શરૂ થઈ ગઈ છે. યુક્રેનનું ડેલિગેશન લગભગ 24 કલાક મોડું વેન્યૂ પર પહોંચ્યું હતું. રશિયાની સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું- અમને આશા છે કે વાતચીત કોઈ પરિણામ પર પહોંચશે. આ વચ્ચે બે કલાકની શાંતિ પછી રશિયન સેનાએ કીવ પર હુમલાઓ વધારી દીધા છે. આ વચ્ચે બે કલાકની શાંતિ પછી રશિયન સેનાએ કીવ પર ફરી હુમલાઓ શરૂ કરી દીધાં છે.
પુતિન અને મેક્રોં વચ્ચે થઈ વાતચીત
ફ્રાંસના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોંએ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે 90 મિનિટ સુધી વાતચીત કરી. જે બાદ મેક્રોંના હવાલાથી કહેવામાં આવ્યું કે- રશિયા-યુક્રેન જંગમાં સૌથી ખરાબ સમય આવવાનો છે. પુતિન સમગ્ર યુક્રેન પર કબજો કરવા માગે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા મુજબ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંને કહ્યું કે યુક્રેનમાં રશિયાના સૈન્ય અભિયાનનો હેતુ તેમનું અસૈન્યીકરણ અને તટસ્થ સ્થિતિને યથાવત રાખવાની છે. અમે આ લક્ષ્યને કોઈ પણ સ્થિતિમાં પ્રાપ્ત કરીને રહીશું. પુતિને કહ્યું કે યુક્રેન તરફથી વાતચીતમાં કોઈ પણ પ્રકારનું મોડું કરાશે તો રશિયા પોતાની માગ વધારી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).