Face Of Nation 17-05-2022 : 21 વર્ષીય કન્નડ ટીવી એક્ટ્રેસ ચેતના રાજનું પ્લાસ્ટિક સર્જરી બાદ મોત થયું હતું. ચેતના બેંગલુરુની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ હતી. ચેતના રાજ 16મી મેના રોજ સવારે હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. તેણે એ જ દિવસે ‘ફેટ ફ્રી’ સર્જરી કરાવી હતી. સર્જરી બાદ ચેતનાની તબિયત લથડી હતી. ચેતનાના ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું.
ચેતનાએ સર્જરી વિશે પેરેન્ટ્સને વાત કરી નહોતી
ચેતનાએ 16મી મેના રોજ સવારે સર્જરી કરાવી હતી. જોકે ચેતનાએ પોતાનાં માતા-પિતાને આ અંગે કોઈ જ વાત કરી નહોતી. તે ફ્રેન્ડ્સ સાથે હોસ્પિટલમાં ગઈ હતી. સાંજે પોસ્ટ સર્જરી કોમ્પ્લિકેશન થયાં હતાં. ચેતનાનાં ફેફસાંમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ હતી. ડૉક્ટર્સ ચેતનાને બચાવી શક્યા નહોતા અને ગણતરીની મિનિટમાં ચેતનાનું મોત થયું હતું.
પેરેન્ટ્સનો આક્ષેપ, ડૉક્ટર્સની બેદરકારીએ જીવ લીધો
21 વર્ષીય ચેતનાના પેરેન્ટ્સનો આક્ષેપ છે કે ડૉક્ટર્સની બેદરકારીને કારણે તેમની દીકરીએ જીવ ગુમાવ્યો છે. ચેતનાના પેરેન્ટ્સે નજીકના પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ સામે ફરિયાદ કરી છે. ચેતનાની બૉડી હાલમાં હોસ્પિટલમાં જ છે. પોસ્ટમોર્ટમ માટે રમૈયા હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.ચેતના ટીવી સિરિયલ ‘ગીતા’ તથા ‘ડોરેસાની’માં જોવા મળી હતી.
એક્ટ્રેસ યમુનાએ શ્રદ્ધાંજલિ પાઠવી
એક્ટ્રેસ યમુનાએ ચેતના રાજને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેણે કહ્યું હતું કે, આ ઘણા જ આઘાતજનક સમાચાર છે. પ્લાસ્ટિક કે કોઈપણ સર્જરી હંમેશાં આર્ટિફિશિયલ, ફૅક અને કુદરતની વિરુદ્ધમાં હોય છે. તે એટલું જ કહેવા માગશે કે તમે જેવા છો તેવાનો સ્વીકાર કરો. તમે અન્ય કુદરતી ઉપાયોની મદદથી વધુ સારા દેખાઈ શકો છો. વધુમાં 47 વર્ષીય યમુનાએ કહ્યું હતું કે, તે આજ સુધી બ્યૂટિપાર્લર ગઈ નથી. તે ઘરે જ ઘરેલુ ઉપચારોથી સ્કીન તથા હેરને સારા બનાવે છે. તે યોગ તથા ભરતનાટ્યમ કરે છે. હેલ્ધી તથા ડિસિપ્લિન્ડ લાઇફસ્ટાઇલને કારણે તમારો દેખાવ ચોક્કસથી બદલાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).