Home Crime પોરબંદરનાં યુવાને ફેસબુક પર ફ્રેન્ડશીપ કરી યુવતીને ફસાવી ચેટીંગ કરી લગ્નની લાલચ...

પોરબંદરનાં યુવાને ફેસબુક પર ફ્રેન્ડશીપ કરી યુવતીને ફસાવી ચેટીંગ કરી લગ્નની લાલચ આપી બાદમાં આચર્યું દુષ્કર્મ

 

Face of Nation:જૂનાગઢની એક યુવતી સાથે પોરબંદરનાં યુવાને ફેસબુક પર ફ્રેન્ડશીપ કરી હતી. બાદમાં બંને ચેટીંગ કરતા. જેમાં યુવાને તેની લગ્નની લાલચ આપી જુદા જુદા શહેરોમાં ફેરવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢની એક 18 વર્ષીય યુવતીને પોરબંદરનાં કડીયા પ્લોટમાં રહેતા કમલેશ હરીલાલ મકવાણા નામનાં યુવાન સાથે ફેસબુકમાં ફ્રેન્ડશીપ થઇ હતી. બે વર્ષની ફ્રેન્ડશીપ દરમિયાન કમલેશે તેની સાથે ચેટીંગમાં લગ્નની લાલચ આપી હતી. અને આખરે તેની સાથે જુદા જુદા સ્થળે ફર્યો. અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે યુવતીએ કમલેશ સામે એ ડિવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. બનાવની તપાસ પીએસઆઇ કે. એમ. ગોસ્વામી ચલાવી રહ્યા છે.