Home Uncategorized છોટાઉદેપુર:ક્વાટમાં એકજ રાતમાં 10 ઇંચ પડતા હિરણ હિલોળે ચડી , કાંઠાના રહીશો...

છોટાઉદેપુર:ક્વાટમાં એકજ રાતમાં 10 ઇંચ પડતા હિરણ હિલોળે ચડી , કાંઠાના રહીશો પર સંકટ

Face Of Nation:ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે ત્યારે છોટા ઉદેપુરનાં કવાંટ તાલુકામાં વરસાદે માજા મૂકી છે.અહીં બુધવારે કવાંટમાં એક જ રાતમાં 10 ઈંચ વરસાદ પડયો છે..તો બીજી તરફ હિરણ નદી ગાંડી તુર બની છે …હિરણ નદીના પૂરને પગલે કાંઠા વિસ્તારના રહીશો પર સંકટ આવી પડ્યું છે.છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી અને કવાંટ વિસ્તારમાં જળબમ્બાકાર સર્જાયો હતો . સવારે છ વાગ્યાથી લઇને સાંજના ચાર વાગ્યા સુધી છોટા ઉદેપુર શહેર અને કવાંટમાં આશરે 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો દાહોદના ધાનપુર અને સિંગવાડમાં પણ આશરે ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.