Home News ચીકલીગર ગેંગનો આતંક : દિવસે રેકી ને રાત્રે ચોરી; ચીકલીગર ગેંગના 4...

ચીકલીગર ગેંગનો આતંક : દિવસે રેકી ને રાત્રે ચોરી; ચીકલીગર ગેંગના 4 કુખ્યાત આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ‘ફિલ્મીઢબે’ ઝડપી પાડ્યા, જુઓ Video

https://youtu.be/eXi5AL9XqLM

Face Of Nation 28-06-2022 : સુરતના બારડોલી નજીક મંગળવારે ચીકલીગર ગેંગના ચાર કુખ્યાત આરોપીને ઝડપવા ક્રાઈમ બ્રાન્ચે દિલધડક ઓપરેશન પાર પાડ્યું છે. જેમને પોલીસે પકડ્યા છે તે ચીકલીગર ગેંગનો આતંક સુરત સહિત આખા ગુજરાતમાં છે. આ ગેંગના લોકો એટલા ખૂંખાર છે કે, પોલીસ પર પણ ગાડી ચડાવી દેતા અચકાતા નથી. આજના દિલધડક ઓપરેશનમાં પોલીસ રોડ પર દંડા લઈને ઊભી હતી ત્યારે આ ગેંગના ચાર કુખ્યાતને ઝડપી પાડવામાં સફળ થઈ છે.
મોટા ભાગે ઘરફોડ ચોરીને વધુ અંજામ આપે છે
ચીકલીગર ગેંગની મોડસ ઓપરેન્ડી અલગ જ પ્રકારની છે. આ ગેંગ મોટા ભાગે ઘરફોડ ચોરીને વધુ અંજામ આપે છે. આ ચોરી માટે પણ તે વહનોની ચોરી કરી તેનો ચોરીમાં ઉપયોગ કરે છે. આ ચોરી દરમિયાન કોઈ વચ્ચે આવે તો તેના પર હથિયાર વડે હુમલો પણ કરી દે છે. જો આ ચોરીમાં પોલીસ અડચણ રૂપ થાય તો તેના પર પર હુમલો કરે છે. અનેકવાર પોલીસ પર ગાડી ચડાવી દેવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે.
ચોરી કર્યા બાદ મુદ્દામાલનો સરખા ભાગે વહેંચણી
આખી ગેંગ દ્વારા એક ચોરી કરવાનો પ્લાન બનાવવામાં આવે છે. વિસ્તાર પ્રમાણે તે વિસ્તારના અથવા તો જે લોકો સામેલ થવા ઈચ્છતા હોય તેનો સંપર્ક કરવામાં આવે છે. ચોરી કરવા માટે તમામ પ્રકારનો સમાન સાથે લઈને જ નીકળે છે. પહેલા રેકી કર્યા બાદ એક દિવસ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ ચોરી કરેલા વાહનથી ચોરીને અંજામ આપવામાં આવે છે. ચોરી કર્યા બાદ મુદ્દામાલનો સરખા ભાગે વહેંચણી કરી દેવામાં આવે છે અને તમામ લોકો અલગ અલગ જતા રહે છે.
ગેંગના ચાર આરોપીઓ રાજકોટથી ઝડપાયા
ચાર દિવસ પહેલા ચીકલીગર ગેંગના ચાર આરોપીઓ રાજકોટથી ઝડપાયા હતા. આરોપીઓની ધરપકડ બાદ તેમની પૂછપરછમાં એવો ખુલાસો થયો હતો કે ચોરીનો પ્લાન બનાવનાર સુરેન્દ્રનગરના હરી પાલજીભાઈ ગોહિલ નામના આરોપી ઉપર 40 લાખ રૂપિયાનું દેણું થઈ જતાં ચીકલીગર ગેંગમાં જોડાયો હતો. દેણાંની ભરપાઈ કરવા માટે તેણે રાજકોટમાં પટોળા ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ પટોળા ચોરી કરીને સરધાર નાસી ગયા હતા જ્યાં માલ સગેવગે કરે તે પહેલાં જ પોલીસે તમામને દબોચી લઈ 37 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).