Home Uncategorized ચિદમ્બરમ વિરુદ્ધ લુકઆઉટ સકર્યુલર જાહેર:કોર્ટે કહ્યું માત્ર લિસ્ટિંગ કરીશું, મામલો નહીં સાંભળીએ

ચિદમ્બરમ વિરુદ્ધ લુકઆઉટ સકર્યુલર જાહેર:કોર્ટે કહ્યું માત્ર લિસ્ટિંગ કરીશું, મામલો નહીં સાંભળીએ

Face Of Nation:પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બર INX મીડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દેતાં ગુમ થઈ ગયા છે. તેમની પર ધરપકડની તલવાર લટકી રહી છે. સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલ તરફથી કહેવામાં આવ્યું કે જો તમામ ખામીઓ દૂર થઈ છે તો મામલાની સુનાવણી કરવામાં આવે. પરંતુ જસ્ટિસ રમન્નાએ કહ્યું કે માત્ર લિસ્ટિંગ કરીશું, મામલો નહીં સાંભળીએ. આ ઉપરાંત, રજિસ્ટારે કોર્ટને જાણકારી આપી કે લિસ્ટિંગ પર નિર્ણય ચીફ જસ્ટિસે કરવાનો છે, પરંતુ અમે તે આદેશની રાહ જોઈ રહ્યા છીએ. ચીફ જસ્ટિસ હાલમાં અયોધ્યા મામલાની સુનાવણી કરી રહ્યા છે, એવામાં તેમને વચ્ચે ટોકી ન શકાય. કપિલ સિબ્બલે મામલા પર ભાર મૂકતાં જસ્ટિસ રમન્નાએ કહ્યું કે, જો ચીફ જસ્ટિસ તેમને આદેશ આપે છે તો તેઓ આ મામલાની સુનાવણી કરી શકે છે.સુપ્રીમ કોર્ટથી પી. ચિદમ્બરમને તાત્કાલિક ધરપકડથી રાહત મળવાને લઈ આંચકો લાગ્યો છે. તો બીજી તરફ ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ તરફથી પી. ચિદમ્બરમની વિરુદ્ધ લુકઆઉટ સકર્યુલર જાહેર કરી દીધો છે. એટલે કે હવે પી. ચિદમ્બરમ જો દેશની બહાર જવાનલ પ્રયાસ કરશે તો એરપોર્ટ પર તેમને પકડવામાં આવી શકે છે.