Home Uncategorized ફેસ ઓફ નેશનનો અહેવાલ સાચો ઠર્યો : મુખ્યમંત્રી પદેથી નિષ્ફ્ળ વિજય રૂપાણીનું...

ફેસ ઓફ નેશનનો અહેવાલ સાચો ઠર્યો : મુખ્યમંત્રી પદેથી નિષ્ફ્ળ વિજય રૂપાણીનું રાજીનામું, નવા મુખ્યમંત્રીનું નામ સૌને ચોંકાવનારું

Face Of Nation, 11-09-2021 : આખરે ગુજરાતના નિષ્ફ્ળ કહી શકાય તેવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પદેથી રાજીનામુ ધરી દીધું છે. જો કે આ કામગીરી તેમણે વહેલી કરવી જોઈતી હતી પરંતુ ખેર મોડે મોડે પણ મુખ્યમંત્રીએ લીધેલા સાચા નિર્ણયથી પ્રજાને હવે રાહત થશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. વિજય રૂપાણીએ રાજીનામુ ધરતાની સાથે જ હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો અને નામો જૉરશોરથી ચર્ચામાં છે. એક વર્ષ પહેલા ફેસ ઓફ નેશને મુખ્યમંત્રી બદલાય છે તેવા સમાચાર લખતા વિજય રૂપાણી સરકારે રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો હતો. જો કે તે સમયે આ સમાચાર સાચા જ હતા પરંતુ ભાજપે આબરૂ ન જાય તેના ડરે તે સમયે મુખ્યમંત્રી બદલવાનું રહેવા દીધું હતું.
ગુજરાતના નવા ગાદીપતિ કોણની કુતુહલતા ટ્રેડીંગ થઈ રહી છે. ભાજપની મોદી અસરવાળી સરકાર અચરજ પેદા કરવા માટે જાણીતી છે. એ પછી મુખ્યમંત્રીનું પદ હોય કે મુખ્યસચિવનું પદ. જન ધારણાઓ અને અનુમાનો લગભગ સાચાં પડતાં નથી. ખેર ! હવે કોણ ? ઘણા બધા નામ ડોકિયાં કરી રહ્યાં છે ઘણા બધાને ગલગલીયાં અને બંધ આંખો પાછળ સંવેદનો હળાહળ છે ! ગુજરાતનું વહીવટી તંત્ર તેના નવા સુકાની કોણ ? ના પ્રશ્નાર્થોમાં ઘેરાઈ ગયું છે. જો, સમાનતાની મુખ્યમંત્રી નક્કી કરવાના થાય તો દક્ષિણ ગુજરાતમાંથી કોઈ નવો ચહેરો આવી શકે છે. ખાસ કરીને ઘણા વર્ષોથી દક્ષિણ ગુજરાતને મુખ્યમંત્રી પ્રાપ્ત થયા નથી. આગામી 2022માં જીતવા માટે ૧૪ ટકા જેટલી આદિવાસી પ્રજા ઉપર મદાર છે એટલે ગુજરાતની સત્તાનું દક્ષિણાયન થવાની સંભાવના નકારી શકાય નહી. ગુજરાત વિધાનસભા ૨૦૨૨ જીતવા માટે સમાનતા સાથે પ્રદેશવાદ અને જાતિવાદથી દુર રહે તેવા મુખ્યમંત્રી મુકવામાં આવશે તેવી પ્રબળ શક્યતાઓ છે.
આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ્ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા હતા. રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે. રવિવારે રાજ્યના નવા મુખ્યમંત્રી મળી શકે છે. રવિવારે ધારાસભ્યની બેઠક બાદ નવા મુખ્યમંત્રીની સત્તાવાર જાહેરાત થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)