Face Of Nation 15-03-2022 : ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં આવતીકાલ 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોને વેક્સિન આપવાની શરૂઆત થશે. અમદાવાદ શહેરમાં આવતીકાલથી મ્યુનિસિપલ સ્કૂલો અને તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. અમદાવાદમાં 12થી 14 વર્ષના 2.10 લાખ બાળકોને વેક્સિન આપવામાં આવશે. COWIN એપ્લિકેશન પર વર્ષ 2008, 2009 અને 2010માં જન્મેલા 12 વર્ષની ઉંમર પૂર્ણ થઈ હોય તે બાળકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે તેમજ વેક્સિન સેન્ટર પર પણ તેઓ રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન લઈ શકશે. 12થી 14 વર્ષની વયના બાળકોને CORBEVAX વેક્સિન આપવામાં આવશે. અત્યાર સુધીમાં 99.99 લાખ વેક્સિનના ડોઝ તમામ કેટેગરીઓમાં અપાઈ ચુક્યા છે અને આવતીકાલે 1 કરોડ સુધી પહોંચી જશે.
અમદાવાદમાં આવેલી તમામ સ્કૂલોમાં વેક્સિન અપાશે
આવતીકાલથી 12થી 14 વર્ષની વયના બાળકોને વેક્સિન આપવા માટેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં આવેલી તમામ સ્કૂલોમાં પણ વેક્સિન આપવામાં આવશે. તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર પણ વાલીઓ પોતાના બાળકને લઇ જઇ રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન અપાવી શકશે. કોર્પોરેશનના 80 અર્બન હેલ્થ સેન્ટર અને 80 મ્યુનિસિપલ સ્કૂલમાં બાળકોને વેક્સિન આપવામાં આવશે. મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓ દ્વારા આવતીકાલે વેક્સિનેશનનો પ્રારંભ કરાશે. વેક્સિનેશનમાં તમામ કેટેગરીઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસીના 1 કરોડ ડોઝની સંખ્યા સુધી પહોંચી જશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).