Face Of Nation 17-03-2022 : ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થતી જાય છે. અહીં 2020 બાદથી સૌથી ખરાબ સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સતત કેસમાં વધારો થવાને કારણે ચીનના અનેક શહેરોમાં મેડિકલ સાધનોની અછત વર્તાઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, ઓમિક્રોનને કારણે ચીનમાં કોરોનાના કેસનાં ઝડપી વધારો થઈ રહ્યો છે. એવામાં ચીનનાં અનેક શહેરોમાં લોકડાઉન લગાવવું પડ્યું છે. ચીનની અર્થવ્યવસ્થા પર પણ તેની અસર પડી શકે છે, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોરોના ટેસ્ટ માટે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે
ચીનના કેટલાક શહેરો પહેલેથી જ સંકટનો સામનો કરી રહ્યા છે. વાસ્તવમાં અહીંના લોકોને ટેસ્ટ માટે મુશ્કેલીઓ પડી રહ્યું છે. એટલું જ નહીં, ચીનની કડક ‘ઝીરો કોવિડ પોલિસી’ હેઠળ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. ચીનમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલિનમાં, હોસ્પિટલોમાં ક્વોરન્ટાઇન કરવા માટે જગ્યા ઓછી પડી રહી છે. આવી સ્થિતિમાં લોકોને ક્વોરન્ટાઈન કરવા માટે હંગામી હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે અહીં કોરોનાને રોકવા માટેનો માત્ર 2-3 દિવસનો મેડિકલ સપ્લાય ઉપલબ્ધ છે. ચીનના ઘણા શહેરોમાં લોકડાઉનને કારણે લોકો પોતાના ઘરમાં કેદ રહેવા મજબુર બન્યા છે.
ચીનમાં તમામ વૃદ્ધોને બૂસ્ટર ડોઝ મળ્યો નથી
ચીને કોરોના સામે ‘ઝીરો કોવિડ પોલિસી’ અપનાવી છે. આમાં, સંક્રમિતોની ઓળખ કરવામાં આવે છે, પછી તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. ચીનમાં લગભગ 90% વસ્તીને કોરોનાની વેક્સિન મળી ગઈ છે. જો કે, ચાઇનીઝ નિષ્ણાતો દાવો કરે છે કે તમામ વૃદ્ધોને હજી બૂસ્ટર ડોઝ મળ્યો નથી, જેથી સંક્રમણ અને મૃત્યુનું જોખમ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત હજી તે પણ સ્પષ્ટ નથી કે ચીનની વેક્સિન ઓમિક્રોનને રોકવામાં કેટલી અસરકારક છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).