Face Of Nation 18-04-2022 : ચીનનું સૌથી મોટું શહેર શાંઘાઈ આ દિવસોમાં કોરોનાની ખતરનાક લહેરનો સામનો કરી રહ્યું છે. રવિવારે અહીં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. સ્થાનિક વહીવટીતંત્રનો દાવો છે કે, શહેરમાં લોકડાઉન લાગુ થયા બાદ કોરોનાને કારણે આ પ્રથમ મોત છે. જોકે, ‘ઝીરો ડેથ’ના દાવા પર પણ સવાલો ઉભા થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે 2019માં વુહાનમાં કોરોના સંક્રમણ ફાટી નીકળ્યા બાદ શાંઘાઈ ચીનનું અત્યાર સુધીનું સૌથી વધુ સંક્રમિત શહેર બની ગયું છે. 25 મિલિયનની વસ્તી ધરાવતા શાંઘાઈની મ્યુનિસિપલ ગવર્મેન્ટના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામનારાઓમાં બે મહિલા અને એક પુરુષ છે. મહિલાઓની ઉંમર 89 અને 91 વર્ષની હતી જ્યારે પુરુષની ઉંમર 91 વર્ષની હતી. આ લોકોને પહેલાથી જ હૃદયરોગ, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર સહિતની ઘણી બીમારીઓ હતી. આ લોકોને કોરોનાની રસી પણ નથી મળી. હોસ્પિટલમાં દાખલ હોવા છતાં સ્થિતિ ગંભીર બની રહી હતી. બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા.
એક સપ્તાહમાં 27 લોકોનો મોત થયા
અગાઉ માર્ચના મધ્યમાં, ઉત્તર-પૂર્વીય જિલિન પ્રાંતમાં બે મૃત્યુની પુષ્ટિ થઈ હતી. છેલ્લા એક વર્ષમાં ચીનમાં કોરોનાથી તેનું પ્રથમ મૃત્યુ હોવાનું કહેવાય છે. જો કે આટલી ઓછી સંખ્યામાં મોત પર પણ સવાલો ઉભા થયા છે. શાંઘાઈની એક જ હોસ્પિટલમાં એક સપ્તાહની અંદર ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે. તેમાંથી કોઈને પણ રસી મળી ન હતી. શાંઘાઈના મ્યુનિસિપલ હેલ્થ કમિશને રવિવારે અહીં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 3238 પુષ્ટિ થયેલા કેસોની પ્રાપ્તિ વિશે માહિતી આપી હતી. લક્ષણો વગરના 21,582 કેસ મળી આવ્યા છે. સંખ્યાની દૃષ્ટિએ આ સંખ્યા ભલે ઓછી લાગે, પરંતુ ચીન કોરોના પ્રત્યે શૂન્ય કોવિડ નીતિ અપનાવે છે. આવી સ્થિતિમાં મામલાઓમાં થોડો વધારો થયા પછી પણ ખૂબ જ કડકાઈ લેવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).