https://youtu.be/PriJpG_2gdA
Face Of Nation 06-05-2022 : ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. 26 શહેરોમાં લોકડાઉન લગાડવામાં આવ્યું છે. આબાદીનાં 21 કરોડ લોકો ઘરોમાં બંધ છે. ચીનના તમામ પ્રયાસ છતા કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે હવે હેલ્થ ડિપાર્ટમન્ટ પરાણે લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યાં છે. લોકો કોરોના વાયરસથી વધુ લોકડાઉનથી ડરેલા છે. શાંઘાઈ અને અન્ય શહેરમાં એવા અનેક વીડિયો સામે આવ્યા છે, જે તેના પુરાવાઓ આપી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોવિડ ટેસ્ટ માટે મહિલાને જમીન પર નીચે પછાડીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. બીજીતરફ આ પ્રકારના અન્ય વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે, જેમાં ચીનના સ્વાસ્થ્ય કર્મચારીઓ અનિવાર્ય કોવિડ ટેસ્ટ માટે જબરજસ્તી કરતા જોવા મળે છે. સ્વાસ્થ્ય કર્મચારી એક વૃદ્ધ વ્યક્તિના ઘરમાં પરાણે ઘુસી જાય છે અને તેનો કોવિડ ટેસ્ટ લે છે.
લોકો બહાર ન નીકળે તેથી દરવાજાઓ પર વેલ્ડિંગ
હોમ આઈસોલેશન માટે લોકોને ઘર પણ છીનવી લેવામાં આવી રહ્યાં છે. એક વીડિયોમાં PPE કિટ પહેરીને પોલીસ હાઉસિંગ કોમ્પ્લેક્સની બહાર લોકોને નવા નિયમ અંગે જાણ કરતા જોવા મળે છે. આ નિયમ સાંભળ્યા બાદ લોકો બુમો પાડતા દેખાય છે. પોલીસ લોકોને મારતા પણ આ વીડિયોમાં જોઈ શકાય છે. લોકોને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. તે માટે લોકોના ઘરના દરવાજાઓ વેલ્ડિંગ કરીને તેમને બંધ કરી દેવામાં આવે છે.
8 પ્રાંતોમાં લગભગ બે મહિનાથી સ્કૂલ બંધ
ઝિઝિંગયાન, ઝિલિન, શાંઘાઈ, બેઈજિંગ સહિત 8 પ્રાંતોમાં લગભગ બે મહિનાથી સ્કૂલ બંધ છે. અહીં ઓમિક્રોન વાયરસના કારણે સંક્રમણના કેસમાં ઘટાડો નથી જોવા મળતો. જિનપિંગ સરકારે આ પ્રાંતની સ્કૂલમાં ભણતા પ્રાઈમરી બાળકોના કોરોનાના ટેસ્ટિંગના આદેશ આપ્યા છે. બાળકોને ઘરોથી લાવીને તપાસ કરવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).