Home World ડ્રેગનની લુચ્ચાઈ; અઢી વર્ષમાં કોરોનાના 52 કરોડથી વધુ કેસ ચીનમાં, ચીને કોરોનાને...

ડ્રેગનની લુચ્ચાઈ; અઢી વર્ષમાં કોરોનાના 52 કરોડથી વધુ કેસ ચીનમાં, ચીને કોરોનાને ‘ફ્લૂ અને તાવ’ જેવી બિમારી ગણાવીને એની ગંભીરતા દુનિયાથી છુપાવી!

Face Of Nation 20-05-2022 : ઉત્તર કોરિયા ચીનના રસ્તે ચાલી રહ્યું છે. ચીને પણ શરૂઆતમાં કોરોના કેસને દુનિયાથી છુપાવ્યો હતો. સત્તાવાર રીતે કોરોના વાઇરસનો પહેલો કેસ ડિસેમ્બર 2019માં ચીનના વુહાનમાં જોવા મળ્યો હતો, પરંતુ એવું માનવામાં આવે છે કે ચીનમાં આ પહેલાં પણ કોરોનાના કેસ મળી ચૂક્યા હતા, પરંતુ તેણે તેને દુનિયાથી છુપાવીને રાખ્યો હતો.
કોરોનાના 52 કરોડથી વધુ કેસ નોંધાયા
શરૂઆતમાં ચીને કોરોનાને ફ્લૂ અને તાવ જેવી બીમારી ગણાવીને એની ગંભીરતા દુનિયાથી છુપાવી હતી. જાન્યુઆરી 2020માં પહેલીવાર WHOએ કોરોના વાઇરસ હોવાની પુષ્ટિ કરી હતી, પરંતુ જ્યાં સુધી વિશ્વ તેની ગંભીરતા સમજી શક્યો ત્યાં સુધીમાં તે ચીનથી ફેલાઈ ગયો હતો અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. છેલ્લાં અઢી વર્ષમાં કોરોનાના 52 કરોડથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે આને કારણે 62 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.
કોરોનાને કારણે લગભગ 17 લાખનાં મોત
ચીન પર તેની વુહાન લેબથી કોરોના વાઇરસને દુનિયામાં ફેલાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે ચીને કોરોનાથી મૃત્યુના વાસ્તવિક આંકડાને પણ હજારો ગણો ઓછો આંક્યો છે. ચીનમાં કોરોનાથી મૃત્યુઆંક 17000% ઓછો નોંધાયો છે. ચીનમાં કોરોનાને કારણે 5200 નહીં, પરંતુ લગભગ 17 લાખ લોકોનાં મોત થયા છે. આવી સ્થિતિમાં, જ્યારે ચીનની જેમ દુનિયાથી પોતાની વસ્તુઓ છુપાવીને જીવતું ઉત્તર કોરિયા ઝડપથી વધી રહેલા કોરોના કેસની માહિતી છુપાવી રહ્યું છે, ત્યારે દુનિયાની સામે કોરોનાના નવા વેરિયન્ટ આવવાનું જોખમ વધી ગયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).