Face Of Nation : વિશ્વમાં જે દેશએ કોરોનાનો રોગ ફેલાવ્યો હોવાના આક્ષેપો થયા છે તે ચીનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધી ચીનમાં કુલ 81,284થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે પરંતુ તેની સામે તેનો મૃત્યુઆંક 3287 છે જયારે ઇટાલીમાં 74,386 કેસ નોંધાયા હોવા છતાં મૃત્યુઆંક 7503ને પાર નોંધાયો છે. અમેરિકામાં અત્યાર સુધી 69,047 કેસ નોંધાયા છે જેની સામે મૃતકોની સંખ્યા 1046 નોંધાઈ છે. સ્પેનમાં કુલ 49 હજારથી વધુ કેસ નોંધાયા છે અને મૃતકઆંક 3600થી વધુ છે. ચીનમાં વધેલા કેસોની સામે તેનો મૃત્યુઆંક અનેક સવાલો ઉભા કરે છે. આ મામલે ચીન કોઈ સાચી હકીકત છુપાવી રહ્યુ હોય અથવા ચીને સમગ્ર દેશમાં કોરોના વાઇરસને ફેલાવીને પોતે કંટ્રોલ કરવાનું આયોજન કર્યું હોય તેવી શંકા સેવાઈ રહી છે. સોશિયલ સાઈટ્સો ઉપર પણ ચીનની કામગીરીને લઈ અનેક મેસેજીસ ફરી રહ્યા છે અને લોકો ચીન વિરુદ્ધ આ મામલે રોષ ઠાલવી રહ્યા છે. જાણકારોના મતે ચીને હાલ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસને લઈને ચીનની મહત્વની ભૂમિકા છે. ચીન આ મામલે હજુ સુધી કંઈક છુપાવી રહ્યું છે. ચીનમાં અનેક લોકોના મોત થયા છે પણ સાચો આંક હજુ સુધી જાહેર કરવામાં આવી રહ્યો નથી. આ રોગ શરૂ થયો ત્યારથી ચીને આ મામલે કોઠીમાં મોઢું સંતાડવા જેવી હરકત કરી વિશ્વના તમામ દેશોને અંધારામાં રાખ્યા હતા.