Face Of Nation, 28-09-2021: ચીન એ બોર્ડર પર યુદ્ધને હવા આપનાર હરકત શરૂ કરી દીધી છે. ચીની સેના પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પોતાના ક્ષેત્રમાં 50 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા બાદ મોટાપાયે ડ્રોનનો ઉપયોગ શરૂ કરી રહી છે. આ ડ્રોન ભારતીય ચોકીઓની આસપાસ લગભગ ઉડાન ભરી રહ્યા છે. સત્તાવર સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું કે પીપલ્સ લિબરેશન આર્મીની ડ્રોન ગતિવિધિઓ મોટાભાગે દૌલત બેગ ઓલ્ડી સેક્ટર ગોગરા હાઇટ્સ વગેરે ક્ષેત્રોમાં જોવા મળી રહી છે.
ભારીય સેના ચીનની આ હરકતો પર પૈની નજર રાખી રહેલું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેના એકદમ સર્તક છે. તે મોટાપાયે ડ્રોન તૈનાત કરી રહી છે. જલદી જ તે નવી ઇઝરાયલી અને ભારતીય ડ્રોનને મોટા બેડામાં સામેલ કરશે. આ ડ્રોનને સીમા પર ચીનના પડકારનો સામનો કરવા માટે સુરક્ષાબળો તરફથી અધિગ્રહિત કરવામાં આવ્યા છે.
LAC પર હાલની સ્થિતિનો ઉલ્લેખ કરતાં સૂત્રોએ જણાવ્યું કે હવે ફ્રિક્શન પોઇન્ટનો મુદ્દો ઉકેલવાની જરૂર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કે ચીન અત્યારે પણ ચૂપ બેસ્યું નથી તે પોતાના સૈનિકોના માટે પોતાના કામચલાઉ માળખાના રૂપમાં બદલી રહ્યા છે. પૂર્વે લદ્દાખમાં એલએસી પાસેના વિસ્તારોમાં તિબ્બતી ગામોની પાસે ચીને સૈન્ય છાવણી બનાવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)