Home World ‘ડ્રેગનની ડબલ ગેમ’; ચીન રશિયા અને યુક્રેનને પોતાના ‘ડ્રોન’ આપી રહ્યું છે;...

‘ડ્રેગનની ડબલ ગેમ’; ચીન રશિયા અને યુક્રેનને પોતાના ‘ડ્રોન’ આપી રહ્યું છે; આર્થિક પ્રતિબંધો દ્વારા પોતાનું ભલું કરવામાં વ્યસ્ત!

Face Of Nation 23-04-2022 : યુક્રેનની વિરુદ્ધ રશિયાએ યુદ્ધ છેડ્યા પછી અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશોએ તેના પર આકરા આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે. ચીન શરૂઆતથી જ આ યુદ્ધમાં રશિયાની સાથે હોવાની વાત કરતું રહ્યું છે અને યુક્રેન પર હુમલાનો વિરોધ કર્યો નથી. પરંતુ બીજી હકીકત એ છે કે ચીન રશિયા-યુક્રેન યુદ્ધ અને રશિયા પર લાગેલા આર્થિક પ્રતિબંધો દ્વારા પોતાનું ભલું કરવામાં વ્યસ્ત છે. રશિયા-યુક્રેન યુદ્ધને જોઈને ચીન અગાઉથી જ તેમાંથી લાભ લેવાની કોશિશોમાં લાગી ગયું હતું. યુદ્ધ શરૂ થયા પછી પણ તેણે માત્ર રશિયા જ નહીં પરંતુ યુક્રેનને પણ પોતાના લાભ માટે ઉપયોગમાં લીધું છે અને બંને દેશોને પોતાના ડ્રોન આપી રહ્યું છે. ચાલો જાણીએ કે આખરે ચીને કઈ રીતે રશિયા જ નહીં યુક્રેનનો પણ લાભ ઉઠાવ્યો? ચીન કેવી રીતે રશિયા અને યુક્રેન સાથે રમી રહ્યું છે ડબલ ગેમ? કઈ રીતે રશિયા સાથેની ભાગીદારીથી ચીનને થઈ રહ્યો છે વધુ લાભ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).