Home World લોકડાઉનમાં ચીનની પ્રજા અકળાઈ; લોકડાઉનના આદેશને તોડીને રસ્તા પર ઉતર્યા અને ડિસ્ટ્રીબ્યૂશન...

લોકડાઉનમાં ચીનની પ્રજા અકળાઈ; લોકડાઉનના આદેશને તોડીને રસ્તા પર ઉતર્યા અને ડિસ્ટ્રીબ્યૂશન માટે રખાયેલા ફુડ બોક્સની કરી લૂંટ!

Face Of Nation 10-04-2022 : 2.60 કરોડની વસ્તીવાળા ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં અત્યાર સુધીમાં સૌથી મોટો કોરોના વિસ્ફોટને કારણે છેલ્લા 22 દિવસથી લોકડાઉન લગાડવામાં આવેલું છે. ઝીરો કોવિડ પોલિસીની લઈને અહીં કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. આ કારણે અહીં ખાવાની અને દવાઓની ઉણપ જોવા મળી રહી છે. અહીં મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો લોકડાઉનના આદેશને તોડીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ સપ્લાઈ પોઈન્ટ પર ડિસ્ટ્રીબ્યૂશન માટે રાખવામાં આવેલા ફુડ બોક્સની લૂંટ કરવામાં આવી. લોકડાઉનના કારણે લોકોને તેમની જરૂરિયાત મુજબ ખાવા-પીવાની વસ્તુ નથી મળતી. કડક પગલાંને કારણે લોકો પોતાના ઘરમાંથી બહાર એક ડગ પણ માંડી નથી શકતા.
હોમ આઈસોલેશનની મંજૂરી નહીં
ઝીરો કોવિડ પોલિસી અંતર્ગત ચીનમાં કોરોનાના કડક પ્રોટોકોલ લાગુ કરાયા છે. અહીં દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે. ચીનમાં હોમ આઈસોલેશન કે કોરોન્ટિનની મનાઈ છે. નાના બાળકોને પણ કોરોના થાય તો તેમના પેરેન્ટ્સથી અલગ કરીને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવે છે, જેને લઈને પેરેન્ટ્સમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે.
કર્મીઓ તેમની ઓફિસમાં રખાયા, ઘરે નહીં જાય
ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં કર્મચારીઓ તેમની ઓફિસમાં રાખવામાં આવે છે. તેઓને ઘરે જવાની મંજૂરી પણ નથી. આવા લગભગ 20 હજારથી વધુ કર્મચારીઓ છે. અહીં તૈયાર કરવામાં આવેલા સાઈનોવેક વેક્સિન પણ કોરોનાનો મુકાબલો કરવામાં સક્ષમ નથી. 2.60 કરોડની વસતીવાળા ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં અત્યાર સુધીમાં સૌથી મોટા કોરોના વિસ્ફોટને કારણે છેલ્લાં બે સપ્તાહથી લોકડાઉન છે.
1 એપાર્ટમેન્ટમાંથી 2 લોકો જ ખાવાનું લેવા જશે?
શાંઘાઈમાં એક એપાર્ટમેન્ટમાંથી બે લોકોને જ ખાવાનું લેવા માટેની મંજૂરી છે. તેઓ જ એપાર્ટમેન્ટના તમામ લોકો માટે ફુડ સપ્લાઈ લાવે છે. શાંઘાઈમાં શુક્રવારે પણ ઓમિક્રોન વેરિઅન્ટના 23,600 નવા કેસ સામે આવ્યા લોકડાઉનને 3 સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે છતાં પણ કોરોનાના કેસમાં કોઈ જ ઘટાડો નથી આવ્યો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).