Home Uncategorized ભારતમાં માટે ખતરો? યુરોપ, બ્રિટન, અમેરિકા, વિયતનામ, જર્મની, દ.કોરિયા અને ફ્રાન્સમાં કોરોનાના...

ભારતમાં માટે ખતરો? યુરોપ, બ્રિટન, અમેરિકા, વિયતનામ, જર્મની, દ.કોરિયા અને ફ્રાન્સમાં કોરોનાના કેસ વધ્યા!

Face Of Nation 16-03-2022 :  કોરોનાએ વિશ્વના દેશોની ફરી ચિંતા વધારી દીધી છે. ચીનમાં મંગળવારે 24 કલાકમાં જ 5280 નવા કેસ નોંધાયા છે. તેમાં 3507 ઘરેલુ કેસ છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં સૌથી વધુ 14000 હજાર કેસ 12 ફેબ્રુઆરી 2020ના રોજ નોંધાયા હતા. તે પછી આટલી મોટી સંખ્યામાં કેસ બે વર્ષ પછી નોંધાયા છે. માત્ર ચીનમાં જ નહિ પશ્ચિમ યુરોપ, બ્રિટન અને અમેરિકામાં પણ કોરોનાનું સંક્રમણ વધવાના સમાચાર છે. આ સિવાય જે દેશોમાં કોરોનાનું સંક્રમણ વધવાની પુષ્ટિ છે, તેમાં વિયતનામ, જર્મની, દક્ષિણ કોરિયા અને ફ્રાન્સ સામેલ છે. અહીં રોજ નોંધાતા કેસમાં અચાનક જ વધારો આવ્યો છે.
ભારતમાં કેટલો ખતરો?
ચીનની સરખામણીમાં ભારતના લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી છે. આ સિવાય રસીકરણ પણ ઝડપથી થયું છે. તેના કારણે લોકોની ઈમ્યુનિટી વધુ મજબૂત થઈ છે. આ જ કારણે ચીનની સરખામણીમાં ભારતમાં કેસ વધી રહ્યાં નથી.
સબ વેરિઅન્ટ BA.2 ઝડપથી ફેલાઈ રહ્યો
યુરોપમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.2 ઝડપથી ફેલાઈ રહ્યો છે. આંકડાને જોવામાં આવે તો બ્રિટનમાં છેલ્લા સાત દિવસમાં 77 ટકા કેસ વધ્યા છે. આ જ રીતે દક્ષિણ કોરિયા, વિયતનામ, ફ્રાન્સ અને જર્મનીમાં પણ ઉછાળો નોંધાયો છે. આઈઆઈએમ કોચ્ચિના રિસર્ચ સેલના પ્રમુખ ડો.રાજીવ જયદેવે જણાવ્યું કે યુરોપમાં કોરોના સંક્રમણમાં અચાનક વધારો આવવાનું કારણ અહીંના લોકોની ઓછી રોગપ્રતિકારક શક્તિ અને સંક્રમતિને હોસ્પિટલ પહોંચાડવાની ધીમી પ્રક્રિયા છે. આ સિવાય અહીં પ્રતિબંધોમાં પણ ઘટી છૂટ આપવામાં આવી છે.
BA.1ની સરખામણીમાં 10 ગણો વધુ ચેપી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ, ઓમિક્રોનના પાંચ સબ વેરિયન્ટ છે. તેમાં BA.2 ખૂબ જ ચેપી છે. આ ઓમિક્રોનના BA.1ની સરખામણીમાં 10 ગણો વધુ ચેપી છે. WHOએ ચેતવણી આપી છે કે કોરોનાના વધતા મામલામાં માત્ર ચીન કે યુરોપ સુધી જ મર્યાદિત રહેશે નહિ, કારણ કે BA.2 પહેલેથી જ ઘણા દેશોમાં ઉપસ્થિત છે. નવા વેરિયન્ટનો પ્રથમ મામલો ગત નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં પ્રકાશમાં આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).