Home Uncategorized રશિયાએ ચીન પાસે સૈન્ય અને આર્થિક મદદ માંગી; ‘ડ્રેગન’ના શરણમાં જવાની ફરજ...

રશિયાએ ચીન પાસે સૈન્ય અને આર્થિક મદદ માંગી; ‘ડ્રેગન’ના શરણમાં જવાની ફરજ પડી !

Face Of Nation 14-03-2022 : યુક્રેનમાં છેલ્લા 19 દિવસથી યુદ્ધ લડી રહેલા રશિયાએ ચીન પાસે સૈન્ય અને આર્થિક મદદ માંગી છે. રશિયાએ આ મદદ એવા સમયે માંગી છે, જ્યારે અમેરિકાએ ચીનને ધમકાવ્યું છે. રશિયાએ ચીન પાસે સહાયતાના રૂપમાં સૈન્ય ઉપકરણ માંગ્યા છે. રશિયાએ ચીન પાસે સહાયતાના રૂપમાં સૈન્ય ઉપકરણ માંગ્યા છે.
અમેરિકા સહિત ઘણા મોટા દેશોએ રશિયાની બેન્કો પર પ્રતિબંધ લગાવી દીધા છે
એક મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ એક વરિષ્ઠ અમેરિકાના સૈન્ય અધિકારીએ એવો દાવો કર્યો છે કે રશિયાએ સૈન્ય સિવાય ડ્રોનની પણ મદદ ચીન પાસે માંગી છે. ઉલ્લેખનીય છે કે રવિવારે અમેરિકાએ ચીનને ચેતવણી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાને મદદ કરવા જો ચીન આગળ આવશે, તો તેણે પણ ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. નાણાંકીય પ્રતિબંધો લાદવામાં આવ્યા પછી રશિયા આર્થિક રીતે નબળુ પડી રહ્યું છે અને આ કારણે તેને ચીનના શરણમાં જવાની ફરજ પડી છે. અમેરિકા સહિત ઘણા મોટા દેશોએ રશિયાની બેન્કો પર પ્રતિબંધ લગાવી દીધા છે. ઘણી મોટી કંપનીઓએ પણ રશિયામાં પોતાની સર્વિસ બંધ કરી દીધી છે. એટલું જ નહિ ઘણી મોટી કંપનીઓએ રશિયામાં પોતાની સેવા રોકી દીધી છે.
ચીને યુક્રેનને માનવીય સહાયતા આપવાનું ચાલુ રાખ્યું છે
અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ચીનના દૂતાવાસના પ્રવક્તા લિયૂ પેંગ્યુએ કહ્યું કે રશિયા દ્વારા મદદ માંગવાને લઈને તેમને કોઈ માહિતી નથી. તેમને એવી કોઈ માહિતી નથી કે, ચીન રશિયાની મદદ કરવા માટે તૈયાર પણ થઈ શકે છે. જોકે પેંગ્યૂએ યુક્રેનમાં સર્જાયેલી સ્થિતિને લઈને ચિંતા વ્યક્તિ કરી અને કહ્યું કે ચીને યુક્રેનને માનવીય સહાયતા આપવાનું ચાલુ રાખ્યું છે અને આગળ પણ ચાલુ રાખશે. પેંગ્યુએ કહ્યું કે હાલ અમારી પ્રાથમિકતા તણાવપૂર્ણ સ્થિતિને વધતી અટકાવવાની છે. ચીન સંયમ રાખવાની સાથે મોટા પાયે માનવીય સંકટને રોકવાના પક્ષમાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).