Home World વુહાનમાં કોરોનાએ માથું ઉચકતા મચ્યો ખળભળાટ, ચીને તાબડતોડ લીધો મોટો નિર્ણય

વુહાનમાં કોરોનાએ માથું ઉચકતા મચ્યો ખળભળાટ, ચીને તાબડતોડ લીધો મોટો નિર્ણય

Face Of Nation, 03-08-2021 : કોરોના વાયરસે ચીનના વુહાનથી પોતાનો આતંક બતાવવાનો શરૂ કર્યો હતો. જેના કારણે ચીનની ચિંતામાં વધારો જોવા મલી રહ્યો છે. વુહાનમાં સ્થાનિક તંત્ર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે દરેક લોકો હવે પોતાનો કોરોના ટેસ્ટ કરવાશે. તેમને જણાવી દઈએ કે 2019ના ડિસેમ્બરમાં સૌથી પહેલા કોરોના વુહાનમાંજ ફેલાયો હતો.

વુહાનમાં કોરોનાના કેસ વધવાને કારણે ત્યાની સરાકરની ચિંતા વધી ગઈ છે. જેના કારણે સરકાર દ્વારા બધાજ લોકોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ 1 કરોડ 11 લાખ વુહાન શહેરની વસ્તી છે. જે લોકોને ટેસ્ટ ફરજિયાત કરાવો પડશે.

વુહાનના અધિકારીઓ દ્વારા સોમવારે એવું એલાન કરવામાં આવ્યું કે પ્રવાસી શ્રમીકોમાં કોરોના સંક્રણમ જોવા મળ્યું છે. આપને જણાવી દઈએ કે કુલ 1 વર્ષ બાદ અહીયા કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યા છે. જેના કારણે અહીયા ફરીથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આજ કારણે ચીનની સરકારે દરેક લોકોને ટેસ્ટ કરવા માટે આદેશ આપ્યા છે.

ચીનમાં ગત 24 કલાકમાં કોરોનાના 61 નવા કેસ નોંધાયા છે. ઘણા શહરોમાં ડેલ્ટા વેરિએંટેના કેસ નોંધાઈ ચુક્યા છે. 10 દિવસની અંદર કુલ 18 જિલ્લામાં 300 જેટલા કેસ નોંધાયા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાનું સંક્રમણ અહીયા નહિવત પ્રમાણમાં હતું. પરંતુ હાલ 300 જેટલા નવા કેસ નોંધાવાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને બીજિંગ, જિઆંગસૂ અને સિચુઅનમાં જેવા શહેરોમાં વધારે કેસ નોંધાયા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)