Home Uncategorized કૈલાશ માનસરોવર યાત્રા પર ચીનની ટકોર:અમારા વિસ્તારમાં આવે છે હિન્દુ યાત્રીઓ

કૈલાશ માનસરોવર યાત્રા પર ચીનની ટકોર:અમારા વિસ્તારમાં આવે છે હિન્દુ યાત્રીઓ

Face Of Nation:શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે હિન્દુ તીર્થયાત્રીઓએ કૈલાશ માનસરોવરના કિનારે હવન-પૂજન કર્યું હતું. કૈલાશ પર્વત ચીનના તિબ્બેટ સ્વશાસી વિસ્તારમાં આવેલો છે. આ દરમિયાન અલી પ્રીફેક્ચરના ડેપ્યૂટી કમિશ્નર જી કિંગમિને કહ્યું કે, ભારતીય તીર્થ યાત્રીઓ અમારા વિસ્તારમાં આવે છે. આ સંજોગોમાં તેમણે અમારા નિયમ અને કાયદાઓનું પાલન કરવું જોઈએ. જો અમે ભારત જઈશું તો અમે ત્યાંના નિયમ-કાયદાઓનું પાલન કરીશું.

કિંગમિને કહ્યું કે, ચીન કૈલાશ માનસરોવર આવનાર ભારતીય યાત્રીઓની સુવિધાનું પુરતું ધ્યાન રાખે છે. ભારત સરકારે પોતાની તરફથી વિસ્તારમાં યાત્રીઓની સુવિધા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવું જોઈએ. અમને આશા છે કે, ભારત સરકાર તેમની તરફના રસ્તામાં સુધારો કરશે. યાત્રીઓને લિપુલેખ (ઉત્તરાખંડ)થી આવવામાં 4-5 દિવસ લાગે છે. તેમાં ઘણો ટાઈમ અને એનર્જી વેસ્ટ થાય છે.અલી પ્રીફેક્ચરની સરકાર યાત્રીઓની સુવિધા અને સુરક્ષાનું દરેક પ્રકારનું ધ્યાન રાખે છે. યાત્રીઓને તકલીફ ન થાય તેથી રસ્તો સારો બનાવવામાં અમે ઘણો ખર્ચ કર્યો છે.