Home Religion ચોટીલામાં “ખૂન કા બદલા ખૂન” : ઝીંઝુડાના યુવક પર 4થી 5 શખ્સોએ...

ચોટીલામાં “ખૂન કા બદલા ખૂન” : ઝીંઝુડાના યુવક પર 4થી 5 શખ્સોએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા

Face Of Nation 1-3-2022 :  સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા શખ્સની ગઈકાલે સોમવારે મોડી સાંજે ચોટીલા-થાન રોડ પર આવેલા ભરચક બજારમાં ફાયરીંગ કરી હત્યા કરી દેવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. જેમાં મોડી સાંજના સમયે ચારથી પાંચ શખ્સોએ ધસી આવી છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી ફાયરીંગ કરી ઘાતકી હત્યા કરી નાખતા બજારમાં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ‘ખૂન કા બદલા ખૂન’ જેવા કિસ્સામાં આ હત્યા કરાઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ખાનગી ફાયરીંગમાં ઝીંઝુડાના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી ફાયરીંગના બનાવો વધતાં પોલિસ અવારનવાર ગેરકાયદેસર હથિયારો સાથે આરોપીને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરે છે. ત્યારે ચોટીલા શહેરમાં ખાનગી ફાયરીંગમાં ઝીંઝુડાના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજવાની ઘટનાએ સમગ્ર પથંકમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ગોઝારા બનાવની પ્રાપ્ત વિગતાનુસાર ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા 45 વર્ષના ધર્મેન્દ્રભાઇ શાંતુભાઇ ખાચર ખેતીકામ કરે છે. ઝીંઝુડા સ્ટેટ પરિવારના ધર્મેન્દ્રભાઇ પાસે વીડ અને ખેતીની અનેક જમીનો આવેલી છે.
હત્યા કરી શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થયા
ત્યારે સોમવારે સાંજે તેઓ ચોટીલા-થાનગઢ રોડ પરથી પસાર થઇ રહ્યાં હતા. એ સમયે ચારથી પાંચ શખ્સોએ ધસી આવી તેમના પર છરી વડે ઘાતક હુમલો કર્યો હતો. ત્યાર બાદ એક શખ્સે પોતાની પાસેની બંદૂકમાંથી ભડાકા કર્યા હતા. ત્યારબાદ આ શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા.
સીસીટીવી ફુટેજના આધારે આરોપી ઝડપાયા
જેમાં ધર્મેન્દ્રભાઇએ પાઇપથી માવજીભાઇને માર માર્યો હતો. અને 27 દિવસની સારવાર બાદ માવજીભાઇનું મોત થયું હતુ. ત્યારે મારામારીનો આ બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારે આ હત્યાના બનાવની દાઝ રાખીને જ “ખૂન કા બદલા ખૂન” અનુસાર ધર્મેન્દ્રભાઇ ખાચરની હત્યા થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચોટીલા પોલિસે સીસીટીવી ફુટેજના આધારે હત્યા કરી ફરાર થઇ ગયેલા શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).