Face Of Nation : અમદાવાદના સોલા વિસ્તારમાં શુકન ચાર રસ્તા ખાતે આવેલી સિમ્સ હોસ્પિટલ દ્વારા કોરોનાની મહામારીમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓના આરોગ્યની ચકાસણી વિનામૂલ્યે કરવામાં આવશે. આ અંગે વાત કરતા સિમ્સ હોસ્પિટલના પ્રીતા ચગે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં કોરોના ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે ભારત સરકારે લોકડાઉન જાહેર કરી દીધું છે જેને પગલે લોકો ઘરોમાં કેદ છે પરંતુ અમદાવાદ સહીત રાજ્યના અનેક વિસ્તારોમાં પોલીસ કર્મચારી તથા કોર્પોરેશનના કર્મચારીઓ બેખોફ બનીને ફરજ બજાવી રહ્યા છે. તેવામાં સિમ્સ હોસ્પિટલ દ્વારા અમદાવાદ શહેરના તમામ પોલીસ કર્મચારીઓનું વિના મુલ્યે હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવશે. પોલીસ સ્ટેશને કે રસ્તા ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીના હેલ્થ ચેકઅપ માટે જરૂરી સાધનો લઈને જવું થોડું મુશ્કેલ ભર્યું હોવાથી પોલીસના કોઈ પણ કર્મચારીઓ સિમ્સ હોસ્પિટલ ખાતે આવીને આ સેવાનો લાભ લઈ શકશે. સિમ્સ હોસ્પિટલ દ્વારા તમામ પોલીસ કર્મચારીઓને આ સેવાનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે.
કોરોના વાઈરસ : ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જવાબદાર, સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા સાથેનો વિશેષ અહેવાલ