https://youtu.be/Ej9POcJ4iXI
Face Of Nation 23-03-2022 : રશિયાએ યુક્રેનના દક્ષિણ તટીય શહેર મારિયુપોલ પર હુમલા વધારી દીધા છે. મંગળવારે બે શક્તિશાળી બોમ્બના હુમલાથી મારિયુપોલ શહેર હચમચી ઉઠ્યું હતું. રશિયન સૈન્યને મારિયુપોલ શહેરમાં રસ નથી, તેઓ તેને ધ્વસ્ત કરીને રાખ કરવા માગે છે. આ હુમલા ઔદ્યોગિક વિસ્તાર પર થયા હતા. જો કે હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યાની પુષ્ટિ થઈ શકી નથી. શિયાએ મારિયુપોલને કબજે કરવા માટેની છેલ્લી ડેડલાઈન આપી હતી, જે પૂરી થઈ ગઈ હતી. જ્યારે આ તરફ યુક્રેને આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી અહીં લડાઈ પણ ઉગ્ર બની હતી. ગઈકાલે ઇટાલીની સંસદમાં સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયન બોમ્બ ધડાકા પછી આ શહેરમાં કંઈ જ બચ્યું નથી.
ચારેય તરફ રશિયાના લશ્કરી વાહનો-ટેન્કો દેખાય
મારિયુપોલમાં ચારેય તરફ રશિયાના લશ્કરી વાહનો અને ટેન્કો દેખાય છે. યુક્રેનના અધિકારીઓએ કહ્યું છે કે રશિયન સૈનિકો શહેરને ધ્વસ્ત કરવા માંગે છે. હુમલાથી તબાહ થઈ ગયેલા લોકો મારિયુપોલમાંથી બહાર નીકળી રહ્યા છે. અહીંના રસ્તા પર કારની લાંબી કતારો જોવા મળે છે.
વીજળી-પાણી વિના જીવવા મજબૂર
યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, મારિયુપોલમાં ઘણા લોકો ફસાયા છે. તેઓ વીજળી અને પાણી વિના જીવવા મજબૂર છે. રશિયન સૈનિકોએ 1 માર્ચના રોજ 4.5 લાખની વસ્તીવાળા મારિયુપોલને ઘેરાવ કર્યો હતો. હુમલા પછી, અત્યાર સુધીમાં લગભગ 2.5 લાખ લોકો શહેર છોડી ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).