Home Gujarat અમદાવાદ સિવિલ હોસ્પિટલની કેન્ટિનમાં સ્વચ્છતાના નામે મીંડુ; કેન્ટીનમાં ઉંદર બિન્દાસ્ત રીતે તડબૂચ...

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કેન્ટિનમાં સ્વચ્છતાના નામે મીંડુ; કેન્ટીનમાં ઉંદર બિન્દાસ્ત રીતે તડબૂચ ખાતો દેખાયો, જુઓ Viedo

https://youtu.be/WNgTZBGfJ0A

Face Of Nation 23-03-2022 : એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફાળવવામાં આવેલી કેન્ટિનમાં સ્વચ્છતાના નામે મીંડુ જોવા મળે છે. અહીંની કેન્ટિન કેટલી હદે ગંદી હોય છે તે દર્શાવવા માટે જાગૃત નાગરિકે વીડિયો રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે કચરાના થર જામી ગયા છે તો સાથોસાથ અંદર ઉંદર બિન્દાસ્ત રીતે ફરીને તડબૂચ પણ ખાઈ રહ્યા છે. કેન્ટિનમાં રાખવામાં આવેલી વસ્તુઓના ડબ્બા પણ ખુલ્લા પડ્યા હોવાથી ઉંદર ત્યાં પણ આંટાફેરા કરતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયા બાદ સિવિલના સત્તાવાળા પણ દોડતા થયા છે.
દર્દીઓ માટે લઈ જવાય છે અહીંથી જ્યૂસ
સિવિલમાં જ્યાં દર્દીઓ સાજા થવાની આશાએ દાખલ થતા હોય છે ત્યાંની કેન્ટિનમાં જ આવી રીતે ઉંદર આંટાફેરા મારીને વસ્તુઓની જયાફત ઉડાડે છે. ઉંદરે ખાધેલા તડબૂચનો જ્યૂસ પણ અહીંથી દર્દીઓ માટે લઈ જવામાં આવ્યો હોઈ શકે. ત્યારે સવાલ એ થાય છે કે, કેન્ટિન સત્તાવાળાઓની આવી બેદરકારીથી રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? આ વીડિયો વાઈરલ થતાં જ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ તાત્કાલિક હોસ્પિટલ કેન્ટીનને બંધ કરાવી દીધી છે. આ ઉપરાંત તેમણે તમામ વસ્તુઓને પણ અખાદ્ય ગણીને તેનો નાશ કરાવ્યો છે. હવે આ અંગે કમિટી દ્વારા કેન્ટિન સામે શું પગલાં લેવાાં તે માટેની પણ કવાયત હાથ ધરાઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).