Face Of Nation 01-04-2022 : અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત ડિજીટલ પહેલ હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પેમેન્ટ માટે ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ વિશે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પેમેન્ટ, ચૂકવણી કરવામાં સરળતા રહે તે માટે ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે.
QR કોડ સ્કેન કરી ચૂકવણી કરી શકાશે
સિવિલ હોસ્પિટલમાં હવેથી યુઝર ચાર્જ રોકડાની સાથે ક્રેડિટ, ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને તેમજ વિવિધ ઓનલાઇન એપ્લિકેશન અને પ્લેટફોર્મના માધ્યમથી અને QR કોડ સ્કેન કરીને પણ નાણાં સ્વીકારવામાં આવશે. આ સેવાથી સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગા કે જેઓને સી.ટી.સ્કેન, એમ.આર.આઇ, સોનોગ્રાફી, એક્ક્ષ-રે, સ્પેશિયલ રૂમ, હેલ્થ પરમીટ જેવા રીપોર્ટ અને સેવાઓમાં ભરવામાં આવતા નાણા ઓનલાઇન મારફતે ચૂકવણી કરી શકાશે.
દર્દીના સગાઓને સુવિધા માટે પહેલ હાથ ધરાઈ
સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ ઉમેર્યુ હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા અભિયાનને વેગ મળે, દર્દીઓ અને તેમના સગાઓ માટે સેવાઓ વધુ સરળ બને તે માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. તદ્ઉપરાંત સિવિલ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં જ દર્દીઓના સગા અને તબીબો વચ્ચેનું કોમ્યુનિકેશન સરળ બનાવવા અને બંનેના રેફરન્સ માટે ન્યુક્લીઓન નેટ નામનું વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.
વેબ પોર્ટલથી દર્દીની માહિતી ઘરે બેઠા મળશે
આ પોર્ટલની મદદથી સિવિલ હોસ્પિટલના તમામ વિભાગોના રેફરન્સ અને કોમ્યુનીકેશન થકી માર્ગદર્શનમાં સરળતા રહેશે. ન્યુક્લીઓન નેટ વેબ પોર્ટલ દ્વારા દર્દી અને તેમના સગાને હોસ્પિટલમાં કોઇપણ છેડેથી દાખલ દર્દીને વોર્ડમાંથી સમગ્ર વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).