Home News અમદાવાદ : પાન-મસાલા વેચતા તમામ ગલ્લાઓ 31 માર્ચ સુધી બંધ કરવા આદેશ

અમદાવાદ : પાન-મસાલા વેચતા તમામ ગલ્લાઓ 31 માર્ચ સુધી બંધ કરવા આદેશ

Face Of Nation, Ahmedabad : કોરોના વાયરસના ફેલાવવાને અટકાવવા માટે સરકાર રોજ બરોજ જરૂરી કાર્યવાહી કરી રહી છે ત્યારે અમદાવાદમાં આગામી તારીખ 31 માર્ચ સુધી તમામ પણ મસાલા વેચતા ગલ્લાઓ બંધ કરી દેવા આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુ.કમિશનર વિજય નહેરા દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પાનના ગલ્લે લોકોની ભીડ જામતી હોઈ આવા સ્થળેથી કોરોના વાયરસના વધવાની શક્યતાઓ રહેલી છે જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે,