Home Religion કોરોનાનો કાળો કેર : રમખાણો અને રોગોમાં પણ ચાલુ રહેતા મંદિરો ઇતિહાસમાં...

કોરોનાનો કાળો કેર : રમખાણો અને રોગોમાં પણ ચાલુ રહેતા મંદિરો ઇતિહાસમાં પહેલી વાર બંધ

Face Of Nation : ગમેતેવા તોફાનો હોય, પૂર આવે, પ્લેગ-ભૂકંપ જેવી હોનારતો થાય તો પણ જે મંદિરોના દરવાજા બંધ નથી થતા તે મંદિરોના દરવાજા અને દર્શન આજે કોરોનાના કાળા કેરે બંધ કરાવી દીધા છે. ઇતિહાસમાં ક્યારેય બંધ ન થયા હોય તેવા મંદિરો સહીતના ધાર્મિક સ્થાનો આજે બંધ કરવાની નોબત આવી છે. અમદાવાદના માં ભદ્રકાળીએ કદી દર્શન આપવાનું બંધ નથી કર્યું પરંતુ કોરોના વાઈરસના કહેરને લીધે રવિવારે જનતા કર્ફ્યુના અમલને કારણે સવારથી જ ભદ્રકાળી મંદિર તેમજ અન્ય મંદિરો બંધ રહ્યા હતા. આસપાસના લોકોને પણ યાદ નથી કે છેલ્લે ભદ્રકાળી માતાનું મંદિર ક્યારે બંધ રહ્યું હતું. અંબાજી, સોમનાથ, ડાકોર, દ્વારકા સહિતના દેવસ્થાનો આજે સુમસામ ભાસી રહ્યા છે. તકલીફ કે રોગના ડર વચ્ચે માનતા દર્શન કરવા લોકો જે મંદિરોએ જતા હતા તે મંદિરોને આજે બંધ કરવાની ફરજ પડી છે. (Photo : Rakesh Sharma, Amdbaji)