Home Gujarat હર હર મહાદેવ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મહાદેવના મેળવ્યા આશીર્વાદ

હર હર મહાદેવ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મહાદેવના મેળવ્યા આશીર્વાદ

Face Of Nation 28-02-2022 : શિવ અને પાર્વતીના મિલનનો પાવન દિન એટલે કે મહાશિવરાત્રી. શિવરાત્રીના અવસરે જૂનાગઢમા તો દિવાળી જેવો માહોલ. હર હર મહાદેવના નાદ સાથે ભક્તોનું ઘોડાપુર દર્શન કરવા ઉમટી પડે. વળી સેવાભાવી ભક્તો દ્વારા દર્શન કરવા આવતા ભક્તો માટે ભંડારો તો ખરો જ. જૂનાગઢમાં મહાશિવરાત્રિનું ખાસ મહત્વ છે. ત્યારે હવે કોરોનાનો કહેર ઓછા થતા આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તો કોઇ નવાઇ નહી.
મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વાર મહાશિવરાત્રીના મુલાકાતે
પહેલી માર્ચે મહાશિવરાત્રી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા છે. ગિરનાર તળેટીમાં મેળાની મુલાકાતે સીએમ પહોંચ્યા છે. તેઓએ સૌ પ્રથમ ભવનાથ મહાદેવના મંદિરે દર્શન અને પૂજા અર્ચના કરી. શિવજીને જળ અને પુષ્પો અર્પણ કરીને પ્રાર્થના કરી. આ સમયે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ હાજરી આપી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વાર મહાશિવરાત્રીના મુલાકાતે છે. આવતી કાલે મહાશિવરાત્રીનો પર્વ હોવાથી તેઓએ ભવનાથના દર્શન કર્યા. ત્યારબાદ બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુની સમાધિસ્થળના દર્શન કરશે. તેઓ પૂજ્ય ભારતીબાપુની મૂર્તિનું અનાવરણ પણ કરશે. ત્યારબાજ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની પણ તેઓ મુલાકાત લેશે.
ભોજન અને ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ
25 ફેબ્રુઆરીથી પહેલી માર્ચ સુધી પરંપરાગત શિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. મહાશિવરાત્રી પર્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચ્યા છે. અહીં આવનાર ભક્તોને રહેવાની તથા જમવા સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે. સેવાભાવિકો દ્વારા અન્નક્ષેત્ર શરુ કરવામાં આવ્યા છે જ્યાં ભક્તો મનભરીને પ્રસાદીનો લાભ લઇ રહ્યા છે.શિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. સવારે ચા-નાસ્તો અને આખો દિવસ શુધ્ધ ઘીની મીઠાઇઓ, ફરસાણ, દાળ, ભાત, શાક, રોટલી, છાશ વગેરેનો પ્રસાદ આપવામાં આવે છે. આમ જૂનાગઢમાં ભોજન અને ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).