Home Religion નવી સ્કૂલનું તિરાડો હોવા છતાં CM પાસે કરાવ્યું ઉદ્ઘાટન; પાટડીમાં કરોડોના ખર્ચે...

નવી સ્કૂલનું તિરાડો હોવા છતાં CM પાસે કરાવ્યું ઉદ્ઘાટન; પાટડીમાં કરોડોના ખર્ચે બનેલી હાઇસ્કૂલની ચારેબાજુ તિરાડો, તંત્રના નબળા કામની પોલ ખુલ્લી!

Face Of Nation 16-06-2022 : પાટડી ખારાઘોડા રોડ પર સુરજમલજી હાઇસ્કુલનું નવુ બિલ્ડીંગ રૂ. 3.66 કરોડના ખર્ચે બન્યા બાદ આજે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જોકે, આ હાઇસ્કુલની ચારેબાજુ તિરાડો જોવા મળી હતી. ત્યારે નવી નક્કોર સ્કૂલમાં તિરાડો હોવા છતાં સીએમ પાસે ઉદ્ધાટાન કરાવવામાં આવ્યું હતું. આખી હાઇસ્કુલમાં ચારેબાજુ ખારાશથી પોપડા પડતા દિવા તળે અંધારૂ જેવો ઘાટ જોવા મળ્યો હતો. આ નવી બિલ્ડીંગની દિવાલમાં તિરાડો પડતા તંત્રના નબળા કામની પોલ ખુલ્લી છે. જોકે, તંત્રએ મુખ્યમંત્રીના આગમનને પગલે મુખ્ય દરવાજા અને આગળના રૂમોને રાતોરાત કલરકામ કરી તિરાડો પુરી દીધી હતી.
કરોડોના ખર્ચે અદ્યતન બિલ્ડીંગ ઉભુ કરાયું છે
વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂંકપમાં પાટડીની 100 વર્ષથી પણ જૂની ઐતિહાસીક શ્રી સુરજ મલજી હાઇસ્કુલનું બિલ્ડીંગ જર્જરિત બનતા નવું બિલ્ડીંગ બનાવવા રાજ્ય સરકાર દ્વારા રૂ. 3.66 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. જે અંતર્ગત માર્ગ મકાન અને પંચાયત-સ્ટેટ વિભાગ દ્વારા પાટડી ખારાઘોડા રોડ ઉપર શીશુ મંદિર નજીક રૂ.3.66 કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડીંગ ઉભુ કરવામાં આવ્યું હતું.
તંત્રના નબળા કામની પોલ ખુલ્લી પડી
પાટડી ખારાઘોડા રોડ પર સુરજમલજી હાઇસ્કુલનું નવુ બિલ્ડીંગ રૂ. 3.66 કરોડના ખર્ચે બન્યા બાદ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે દબદબાભેર ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ત્યારે હાઇસ્કુલની ચારેબાજુ તિરાડો જોવા મળી હતી. હાઇસ્કુલના મુખ્ય દરવાજા અને આગળના રૂમોને રાતોરાત કલરકામ કરી તિરાડો પુરી તંત્રની પોલ ઉઘાડી ન થાય એ માટે ઢાંકપીછાડો કરવામાં આવ્યો હતો. આખી હાઇસ્કુલમાં ચારેબાજુ ખારાશથી પોપડા પડતા ” દિવા તળે અંધારૂ ” જેવો ગોઝારો ઘાટ જોવા મળ્યો હતો.
કેળવણી મંડળે હાઇસ્કુલનો 2 વર્ષ સુધી કબ્જો લીધો ન હતો
પાટડી ખારાઘોડા રોડ ઉપર રૂ. 3.66 કરોડના ખર્ચે બનેલી નવનિર્મિત હાઇસ્કુલના નબળા કામની પોલ છતી થતાં પાટડી કેળવણી મંડળના પ્રમુખ દિલીપ પટેલ અને એ વખતના હાઇસ્કુલના આચાર્ય હરકાંત જોશીએ આ હાઇસ્કુલનો કબ્જો લીધો હતો. આથી હાઇસ્કુલ બન્યાના બે વર્ષના લાંબા અંતરાલ બાદ આજે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીના હસ્તે આ હાઇસ્કુલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પાટડીમાં પોણા ચાર કરોડના ખર્ચે 34 રૂમોની અધ્યતન હાઇસ્કુલનું ઉદ્ધાટન કરી લોકોની તાળીઓ અને વાહવાહી લૂંટી હતી. પરંતુ આ હાઇસ્કુલનું કામ અત્યંત નબળુ અને નિમ્ન કક્ષાનું હોવાનું સામે આવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).