Home News ધારાસભ્યને કોરોના : પ્રજાને ફરજીયાત માસ્ક પહેરવાનું કહેતા ખુદ CM જ બેઠકમાં...

ધારાસભ્યને કોરોના : પ્રજાને ફરજીયાત માસ્ક પહેરવાનું કહેતા ખુદ CM જ બેઠકમાં માસ્ક વિના બેઠા હતા, જુઓ Video

ફેસ ઓફ નેશન, 14-04-2020 : ગુજરાતમાં ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના ટેસ્ટ આજે સાંજે પોઝિટિવ આવ્યો છે. જો કે થોડા કલાકો અગાઉ જ તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહીત ગૃહમંત્રીની બેઠકમાં હાજર રહ્યા હતા.
જયારે રાજા જ પ્રજાને સુરક્ષિત રહેવાના આદેશ આપતા હોય ત્યારે પોતે પણ સુરક્ષા રાખવી જરૂરી બની જાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ખુદ ગુજરાતની ધુરા જેના હાથમાં છે તે મુખ્યમંત્રી જ માસ્ક વિના બેઠા હતા. સાથે જ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ માસ્ક વિના બેઠા હતા. કોંગ્રેસના ધારાસભ્યોમાં શૈલેષ પરમાર, ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડાવાલા ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી માત્ર ગ્યાસુદીન શેખ માસ્ક સાથે બેઠા હતા.
આ એક ગંભીર બેદરકારી કહી શકાય તેમ છે. રાજ્યનું સુકાન જેના હાથમાં છે તે મુખ્યમંત્રી સહિતના નેતાઓ આ પ્રકારની બેદરકારી રાખે તે કેટલી વાજબી છે ? તે એક મોટો સવાલ છે. આ ઘટનાને લઈને હવે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સેલ્ફ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે કે કેમ તેની પણ ચર્ચાઓ ઉઠી છે. જો કે આ બેઠકમાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. આ ધારાસભ્ય ડીજીપી સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.

(સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

https://youtu.be/lW7LY4BIk6c

અમદાવાદ : કોટ વિસ્તારમાં કાલ સવારથી કર્ફ્યુ લાગુ કરાશે

જ્યાં ભાજ્પની સરકાર નથી તે રાજ્યોએ લોકડાઉન વધારાની જાહેરાત કરી દીધી