https://youtu.be/EOuXGRswEYc
Face Of Nation : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી રાજ્યના જુદા જુદા શહેરોમાં ક્વોરેન્ટાઇનમાં રહેલા લોકોના ખબર અંતર પૂછ્યા હતા. અત્યાર સુધી લોકોએ ફિલ્મોમાં જોયું હશે કે કોઈ મુખ્યમંત્રી તેની પ્રજાને અચાનક ફોન કરે અને કહે કે, હેલો હું મુખ્યમંત્રી વાત કરી રહ્યો છું, કેમ છો ? તમારી તબિયત કેવી છે ? પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીએ હકીકતમાં રાજ્યના નાગરિકોને સંભાળ અને પોતાની જવાબદારી સાર્થક કરી બતાવી છે. મુખ્યમંત્રીના અચાનક ફોનથી કેટલાક લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ક્વોરેન્ટાઇનમાં રહેલા લોકોને ફોન કર્યા હતા અને કહ્યું હતું કે, હેલો ! હું મુખ્યમંત્રી વિજય રૂપાણી વાત કરું છું, આપની તબિયત કેવી છે ? પરિવારમાં કોણ કોણ છે ? બધાની તબિયત કેવી છે ? જેવા પ્રશ્નો પૂછીને તેમને મળતી સુવિધા અને કોઈ જરૂરિયાત છે કે કેમ તે અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીની આ કામગીરીથી લોકો ખુશ થયા હતા અને ક્વોરેન્ટાઇનમાં રહેલા લોકોને આશ્વાસન મળ્યું હતું કે, આપણી સાર સંભાળ લેવા સરકાર કટિબદ્ધ છે.