Face Of Nation, 04-08-2021 :ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઈન્ટરવ્યૂમાં જય શ્રી રામને લઈને પુછવામાં આવેલાં એક સવાલ પર જવાબ આપતા કહ્યું કે, મને લાગતું નથી કે યુપી કે દેશના કોઈ વ્યક્તિને જય શ્રી રામ બોલવામાં તકલીફ હશે. રામ આપણા પૂર્વજ હતા. આપણે તેના પર ગર્વ કરવું જોઈએ. તેઓએ કહ્યું કે, જે લોકો આમ નથી માનતા તેમના ડીએનએ પર મને થોડી શંકા છે.”
એક ઇન્ટરવ્યુ દરમિયાન સવાલ કરાયો કે, અમુક લોકોને તેમનાથી ડર લાગે છે. જેના જવાબમાં સીએમ યોગીએ કહ્યું કે, મને છેલ્લા બે વર્ષ દરમિયાન દરેક ધર્મના ધર્માચાર્યોથી મળવાનો અવસર પ્રાપ્ત થયો છે. અલગ અલગ સમયમાં એ લોકોને બોલાવ્યા હતા. હું તેમની વાતોને ખુબ ધ્યાનથી સાંભળું છું. સારી વાતો કરે છે . આજે ઉત્તર પ્રદેશનો દરેક વ્યક્તિ સ્વીકારે છે કે રમખાણ થવા ન જોઈએ. રમખાણ થશે અને હિંદુ મરશે તો શું મુસલમાન સુરક્ષિત રહેશે. જો એક વર્ગ મરશે તો બીજો પણ તેની ચપેટમાં આવશે. એક વર્ગ સુરક્ષિત છે તો બીજો વર્ગ પણ સુરક્ષિત છે.
સીએમ યોગીએ આગળ કહ્યું કે, ભારત કે ઉત્તર પ્રદેશનો કોઈ નાગરિક એવો નહીં હોય જેને જય શ્રૂી રામ બોલવામાં સંકોચ થતો હોય. રામ આપણા પૂર્વજ હતા. હું આ બોલી રહ્યો નથી. દુનિયાની સૌથી મોટી આબાદીનો મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયા પોતાના પૂર્વર રામને માને છે. ઈન્ડોનેશિયામાં મુસ્લિમ પણ રામલીલા કરે છે. તેના પર આપણને ગૌરવ થવું જોઈએ. જો ઈન્ડોનેશિયા તેના પર ગૌરવની અનુભૂતિ કરી શકે છે તો આપણે કેમ કરી શકતા નથી. એ વાત પર ગૌરવ હોવું જોઈએ કે રામથી આપણો સંબંધ છે. અને જો કોઈ આમ માનતું નથી તો મને તેના અને તેના ડીએનએ પર થોડી શંકા થાય છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો.આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)