Home Uncategorized ગાયોનાં મોત પર CM યોગીનો ઉકળાટ,આઠ અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

ગાયોનાં મોત પર CM યોગીનો ઉકળાટ,આઠ અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

Face Of Nation: અયોધ્યા અને મિર્ઝાપુરની ગૌશાળાઓમાં ગાયોનાં મોત પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવતા આઠ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ અયોધ્યા, મિર્ઝાપુરના ડીએમ સહિત અનેક અધિકારીઓને નોટિસ ફટકારી છે. રવિવારે સાંજે જિલ્લાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરતા સીએમ યોગીએ અયોધ્યા, પ્રયાગરાજ તેમજ મિર્ઝાપુરના મંડળ કમિશનોને આદેશ કર્યો કે તેઓ જવાબદાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરે.

વીડિયો કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રીઓએ અધિકારીઓને આડેહાથ લીધા હતા. સીએમએ કહ્યુ કે જો અધિકારીઓની બેદરકારીને કારણે ગાયોનાં મોત થયા છે તો તેમની સામે ગૌવધ નિવારણ અધિનિયમ તેમજ પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.