Home Gujarat “ભાવ વધારામાં રજા ના હોય”; અદાણીએ CNGમાં એક રૂપિયા પ્રતિ કિલોનો વધારો,...

“ભાવ વધારામાં રજા ના હોય”; અદાણીએ CNGમાં એક રૂપિયા પ્રતિ કિલોનો વધારો, નવો ભાવ પ્રતિ કિલો 82.59 રૂપિયા થયો!

Face Of Nation 17-04-2022 : મોંઘવારીએ તો ગૃહિણીઓની કમર ભાંગી નાંખી છે. રસોડામાં વપરાતી તમામ વસ્તુઆનો ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે હવે તો ઘરમાં રસોઇ કરવી પણ મોંઘી બની છે. કારણ કે, દૂધ, તેલ, શાકભાજી, કઠોળ સહિતના તમામ ભાવમાં વઘારો થઇ રહ્યો છે.ગ્રાહકોને હવે દૈનિક વપરાશમાં લેવાતી વસ્તુઓ માટે ખિસ્સા વધારે ઢીલા કરવાનો વારો આવ્યો છે. ઘઉં, પામોલિન ઓયલ અને પેકેજીંગ ફુડ સહિતના સામાનના ભાવમાં ઉછાળાથી એફએમસીજી કંપનીઓએ પોતાના ઉત્પાદનની કિંમતોમાં વધારો કરી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જ તમામ ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. બાકી રહી ગયુ હોય તેમ સીએનજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.
અદાણી સીએનજીએ વધાર્યા ભાવ
ફરી એકવાર સીએનજી વાહનચાલકોને મોટો ફટકો પડ્યો છે. પેટ્રોલ ડીઝલની જેમ સીએનજીના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એકવાર અદાણીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો દીઠ એક રુપિયાનો વધારો કર્યો છે. પરિણામે અદાણી સીએનજીનો નવો ભાવ પ્રતિકિલો 82.59 રૂપિયા થયો છે. ભાવ વધારાને કારણે વાહનચાલકોએ ભાડામાં વધારો કરવાની ફરજ પડી છે તો બીજી તરફ ભાડા વધતા વિદ્યાર્થીઓના માતા પિતા ચિંતિત થયા છે.
રિક્ષાચાલકોએ નોંધાવ્યો હતો વિરોધ
વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે મધ્યમવર્ગની કમર તૂટી ગઈ છે. પેટ્રોલ ડીઝલના મોંઘવારીના માર બચ્ચે જનતા પીડાઈ રહી છે. ઇંધણના ભાવ પર બ્રેક નહિ પણ ઘટાડાની માંગ ઊઠી છે. વાહનચાલકોએ ભાવ પર કાબુ લાવવા કરી સરકારને અપીલ કરી છે.સીએનજીના ભાવના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ઓટો રીક્ષા ડ્રાઈવર દ્વારા તેનો હવે પુરજોશથી વિરોધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ નક્કી કરેલું ભાંડુ ન પોષતા તે હવે ઉચ્ચક ભાડું હવે પેસેન્જરો પાસેથી વસૂલી રહ્યા છે જેનો માર પણ સામાન્ય જનતા પર પડી રહ્યો છે. રેગ્યુલર ભાડામાં વધારો કરવા રિક્ષાચાલકોએ સરકાર પાસે માંગ કરી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).