Home Gujarat ગુજરાત ગેસના ભાવમાં 2.58 રૂ.નો વધારો; CNGમાં એક જ સપ્તાહમાં વધાર્યા 9...

ગુજરાત ગેસના ભાવમાં 2.58 રૂ.નો વધારો; CNGમાં એક જ સપ્તાહમાં વધાર્યા 9 રૂપિયા, આવતીકાલથી નવો ભાવ થશે લાગુ!

Face Of Nation 13-04-2022 : મોંઘવારી સતત વધી રહી છે. પેટ્રોલ, ડીઝલ અને CNGના વધતા ભાવને લઇને લોકો ચિંતામાં મૂકાઈ રહ્યા છે. ત્યારે હવે એક જ અઠવાડિયામાં ગુજરાત ગેસ દ્વારા CNG ગેસમાં બીજો મોટો ભાવ વધારો ઝીંકી દેવાયો છે. ગુજરાત ગેસ દ્વારા આવતીકાલથી 2.58 રૂપિયા પ્રતિ કિલો ગેસમાં ભાવ વધારો કરાયો છે. નવો ભાવ 79.56 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો છે. ગુજરાત ગેસે 6 એપ્રિલે CNGના ભાવમાં 6.45 રૂ.નો વધારો કર્યો હતો. તો અઠવાડિયામાં જ વધુ એક વખત 2.58 રૂ.નો વધારો કરાતાં લોકો મૂંઝવણમાં મૂકાયા છે. અઠવાડિયામાં કુલ 9.03 રૂ.નો ગુજરાત ગેસમાં વધારો થયો છે. જેના કારણે વાહનચાલકો પર વધારાનો બોઝ પડ્યો છે. હવે CNGની સવારી પણ મોંઘી બની ગઈ છે.
પહેલી એપ્રિલે અદાણી CNGએ વધાર્યા હતા ભાવ
પહેલી એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટો ઝટકો લાગ્યો હતો. સીએનજી કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં વધારો થતાં સીએનજી મહંત ચાલકોને ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો છે પેટ્રોલ-ડીઝલની સાથે હવે અદાણી સીએનજીએ પણ રૂપિયા પાંચનો એક જ ઝાટકે વધારો કરી દેતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં અદાણી ગેસ તરફથી સીએનજીની કિંમતમાં એક સાથે 5 રૂપિયાનો વધારો થયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).