Face Of Nation, 26-08-2021: પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી દાઝેલી જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. હવે ગુજરાતની જનતાને ગેસના ભાવ વધારાનો નવો ડામ આપવામાં આવ્યો છે. અદાણી બાદ હવે ગુજરાત ગેસ દ્વારા તારીખ 24 ઓગષ્ટથી CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, અદાણી ગેસ દ્વારા ગત 8મી જુલાઈએ CNG માં 68 પૈસાનો અને PNG માં એમએમબીટીયુ દીઠ રૂ.11.43નો વધારો ઝીંક્યો હતો. ત્યારે હવે ગુજરાત ગેસએ 2 રૂપિયાનો વધારો કરતા CNG વાહનચાલક પર બોજો આવશે. જો કે ગુજરાત ગેસ કંપનીએ PNG માં કોઈ ભાવવધારો નથી કર્યો.
આ સાથે ગુજરાત ગેસએ CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરતા CNGનો જૂનો ભાવ જે પહેલાં 52.45 રૂપિયા હતો તે હવે વધીને 54.45 રૂપિયા થઇ ગયો છે. મહત્વનું છે કે, એક બાજુ આવાં કોરોનાકાળમાં લોકો પહેલેથી જ પરેશાન છે તેમજ કેટલાંકના નોકરી-ધંધા પણ બરાબર નથી ચાલી રહ્યાં એવી પરિસ્થિતિમાં રોજ સવાર પડે ને કોઈને કોઈ વસ્તુમાં ભાવ વધારાનો બોજો પડતા જ જનતાને જોરદાર ઝટકો લાગે છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં સાડા 6 લાખથી વધુ CNG વાહનો છે અને ગુજરાત ગેસ કંપનીના રાજ્યમાં 450થી વધુ પંપ છે. આ તમામ વાહનચાલકો પર વધારાનો આર્થિક બોજો આવશે. જો કે તમને જણાવી દઇએ કે, ગુજરાત ગેસએ 2 રૂપિયાનો વધારો કર્યા બાદ પણ રાજ્યમાં CNGનો સૌથી ઊંચો ભાવ તો અદાણી ગેસનો જ રહેશે. હાલમાં અદાણીના CNGના ભાવ 55.30 રૂપિયા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)