Home Uncategorized પેટ્રોલ ડીઝલ બાદ સીએનજીના ભાવમાં મોટો વધારો, લોકોના ખિસ્સા પર અસર થઈ

પેટ્રોલ ડીઝલ બાદ સીએનજીના ભાવમાં મોટો વધારો, લોકોના ખિસ્સા પર અસર થઈ

Face Of Nation, 14-11-2021: સામાન્ય લોકો ફરી એકવાર મોંઘવારીથી ત્રસ્ત થયા છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે દિલ્હી NCR માં CNG ના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં CNG ની કિંમતમાં 2.28 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદમાં 2.56 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 45 દિવસમાં સીએનજીના ભાવમાં ત્રીજી વખત વધારો થયો છે. આ વધેલા ભાવ બાદ દિલ્હી NCR ના લોકોના ખિસ્સા પર અસર થઈ છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે ટ્વીટ કરીને CNGના ભાવમાં વધારાની માહિતી આપી છે.

દિલ્હી-NCR માં હવે વધેલી કિંમતો અનુસાર CNG મળશે. દિલ્હી-એનસીઆરમાં આ વધારા પછી સીએનજીનો દર 52.04 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે, જ્યારે નોઈડા, ગ્રેહર નોઈડા અને ગાઝિયાબાદમાં તે 58.58 રૂપિયા પ્રતિ કિલોના દરે મળશે. અગાઉ દિલ્હીમાં CNG ની કિંમત 49.76 રૂપિયા હતી, જ્યારે નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં તે 56.02 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યો હતો. હવે આ વધારા બાદ હવે તમારે CNG માટે 52.04 રૂપિયા પ્રતિ કિલો ચુકવવા પડશે.

તમને જણાવી દઇએ કે, 1 ઓક્ટોબર પછી ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ ત્રીજી વખત CNG ની કિંમતોમાં વધારો કર્યો છે. નોંધનીય છે કે અગાઉ ગયા મહિને 1 અને 13 ઓક્ટોબરના રોજ પણ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા 45 દિવસમાં CNG દિલ્હીમાં કુલ 6.84 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. એટલે કે કિંમતોમાં 15 ટકાથી વધુનો વધારો થયો છે. આ સાથે પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજીએ પણ જનતાને રડાવી દીધી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)