Face Of Nation 27-03-2022 : વધતી મોંઘવારી વચ્ચે મહારાષ્ટ્રની જનતાને મોટી રાહત મળવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં પહેલી એપ્રિલથી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) સસ્તો થશે. મહારાષ્ટ્ર સરકારે CNG પર વેટના દરમાં ધરખમ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે CNG પરનો વેટ 13.5 ટકાથી ઘટાડીને 3 ટકા કર્યો છે. સીએનજીના નવા દર પહેલી એપ્રિલ, 2022થી લાગુ થશે. સરકારના આ નિર્ણયથી CNG વાહન માલિકોને રાહત મળશે. તેમને CNG માટે ઓછા પૈસા ચૂકવવા પડશે. આ મહિનાની શરૂઆતમાં બજેટ સત્ર દરમિયાન મહારાષ્ટ્રના નાણામંત્રી અજિત પવારે કુદરતી ગેસ પર વેટ 13.5 ટકાથી ઘટાડીને 3 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ટેક્સ કાપને કારણે રાજ્યને વાર્ષિક રૂ. 800 કરોડનું નુકસાન થશે. પવારે બજેટ સત્ર દરમિયાન કહ્યું હતું કે, નેચરલ ગેસ પર્યાવરણને અનુકૂળ છે અને તેનો ઉપયોગ ઘરેલું પાઈપ ગેસ સપ્લાય તેમજ સીએનજીથી ચાલતા મોટર વાહનો, ઓટો-રિક્ષા, ટેક્સી અને ખાનગી વાહનો માટે વ્યાપકપણે થાય છે.
વેટ ઘટાડવાની સૂચના જાહેર
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં CNG પર વેટ ઘટાડવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નાણા વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ રાજ્યમાં પહેલી એપ્રિલથી CNG સસ્તું થશે, જેનો ફાયદો ઓટોરિક્ષા, ટેક્સી ડ્રાઈવરો, પેસેન્જર વાહનો તેમજ નાગરિકોને થશે. પ્રદુષણ નિયંત્રણ માટે પણ આ નિર્ણય મહત્વપૂર્ણ છે. મહાનગર ગેસ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં CNG સપ્લાય કરે છે. હાલમાં મુંબઈમાં CNGની કિંમત 66 રૂપિયા પ્રતિ કિલો છે. વેટમાં ઘટાડાથી કિંમતોમાં ઘટાડો થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).