Home News મહેબુબા અને અબદુલ્લા પરેશાન : “એમને ક્યાં ખબર હતી કે, શ્રાવણમાં ગુજરાતીઓ...

મહેબુબા અને અબદુલ્લા પરેશાન : “એમને ક્યાં ખબર હતી કે, શ્રાવણમાં ગુજરાતીઓ બંધમાં રમે”

Face Of Nation : ભારત દેશ માટે આજનો દિવસ ઐતિહાસિક છે ત્યારે લોકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. લોકોના ચહેરા ઉપર સ્પષ્ટ ખુશી દેખાઈ રહી છે ત્યારે આ મામલે સોશિયલ સાઇટ્સ ઉપર પણ તરેહ તરેહની કમેન્ટ વાયરલ કરવામાં આવી રહી છે. એક રમુજી કમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મહેબુબા અને અબદુલ્લા પરેશાન : “એમને ક્યાં ખબર હતી કે, શ્રાવણમાં ગુજરાતીઓ બંધમાં રમે” બીજી કમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરમાં પ્લોટ વેચાણથી મળશે તો કોઈએ તો ગાંઠિયાની બ્રાન્ચ પણ કાશ્મીરમાં બતાવી દીધી છે. આજે શ્રાવણનો પ્રથમ સોમવારે છે ત્યારે એક કમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “કાયમ ના કજિયા કાશ્મીર ના કેદાર ને કેમ ખપે, રુદિયા ને ટાઢક દેવા આર્યભૂમિ શિવ શિવ જપે..” સરકારના આ મજબૂત નિર્ણયે દેશવાસીઓને ખુશ ખુશ કરી દીધા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી કાશ્મીરમાં સેનાના જવાનો ઉપર થતા હુમલાઓ, પથ્થરમારો જોતા ત્વરિત કોઈ મજબૂત નિર્ણય લેવાય તેવી જરૂરિયાત હતી. ત્યારે મોદી સરકારે આ નિર્ણય લઈને એક ઇતિહાસ રચી નાખ્યો છે.